યલો પુલાવ (Yellow Pulao Recipe In Gujarati)

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧ કપચોખા
  2. ૧ ટેબલ સ્પૂનઘી
  3. ૧ ટીસ્પૂનજીરુ
  4. ચપટીહિંગ
  5. લીલા મરચાં
  6. ૧ ટીસ્પૂનઆદુ-લસણની પેસ્ટ
  7. ૨ ટેબલ સ્પૂનબારીક કટ કરેલ રેડ કેપ્સીકમ
  8. ૨ ટેબલ સ્પૂનબારીક કટ કરેલ ગ્રીન કેપ્સિકમ
  9. ૨ ટેબલ સ્પૂનબારીક કટ કરેલ ગાજર
  10. ૧ ટેબલ સ્પૂનલીલા ધાણા
  11. મીઠું આવશ્યકતા અનુસાર
  12. ૧ ટીસ્પૂનબીરીયાની મસાલો
  13. ૧/૨ ટીસ્પૂનહળદર
  14. લવિંગ
  15. ૨ ટુકડા તજ
  16. તમાલપત્ર

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચોખાને ધોઈ અને ૧૦ મિનિટ માટે પલાળી રાખો. ત્યારબાદ તેને એક તપેલીમાં અધકચરા બાફી અને એક ચારણીમાં કાઢી લો. ઠંડા થવા દો.હવે એક પેનમાં ઘી ગરમ કરવા મુકો ઘી ગરમ થાય એટલે તેમાં જીરૂં અને હિંગ એડ કરો ત્યારબાદ તેમાં તજ લવિંગ તમાલપત્ર લીલા મરચાના ટુકડા નાખો. અને સરસ ફ્લેવર આવે ત્યાં સુધી સાંતળો. ત્યારબાદ તેમાં આદુ લસણની પેસ્ટ એડ કરો. ધીમા તાપે બેથી ત્રણ મિનિટ માટે સાંતળો.

  2. 2

    હવે તેમાં બારીક કટ કરેલ ગ્રીન કેપ્સિકમ ગાજર,હળદર, બિરયાની મસાલો મિક્સ કરી અને 2 -3 ટેબલસ્પૂન જેટલું પાણી નાખો. મિક્સ કરો. હવે તેમાં રાંધેલા ચોખા એડ કરો અને એવી રીતે હલાવો કે ચોખા આખા જ રહે. છેલ્લે ધાણા sprinkle કરો.ત્રણથી ચાર મિનિટ માટે ધીમા તાપે ગેસ ઉપર રાખો અને ત્યારબાદ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
પર
Happyness is Homemade
વધુ વાંચો

Similar Recipes