ઘટકો

20 minutes
3 person
  1. 3 કપરાંધેલા ભાત
  2. 1 કપસમારેલી કોબીજ
  3. 1મીડીયમ સાઈઝ નું બાફેલુ બટાકુ
  4. 1/3 કપબાફેલા વટાણા
  5. 1/4 કપસમારેલું કેપ્સીકમ
  6. 1મીડીયમ સાઈઝ નું ટામેટું
  7. 1/4 કપસમારેલી કોથમીર
  8. 3 નંગલીલા મરચાં સમારેલા
  9. 1ઈંચ નો ટુકડો આદુ ની પેસ્ટ
  10. 1/2 નંગલીંબુ નો રસ
  11. 1/2 ટી સ્પૂનખાંડ
  12. 1 ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  13. 1 ટી સ્પૂનધાણાજીરા નો પાઉડર
  14. 1 ટી સ્પૂનબિરયાની નો મસાલો
  15. 1/4 ટી સ્પૂનહળદર
  16. 1/4 ટી સ્પૂનહીંગ
  17. 1 ટી સ્પૂનરાઈ
  18. 1/2 ટી સ્પૂનજીરુ
  19. 10-12મીઠા લીમડાનાં પાન
  20. 1 ચમચો તેલ
  21. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

20 minutes
  1. 1

    સૌ પ્રથમ ઉપર ના ઘટકો ની બધી તૈયારી કરી લેવી.

  2. 2

    હવે એક કડાઇ માં તેલ ગરમ કરી રાઈ, જીરુ, હીંગ, લીલા મરચાં અને લીમડા નો વઘાર કરી કોબીજ અને કેપ્સીકમ ઉમેરી સાંતળો. પછી તેમાં ટામેટાં અને મીઠું ઉમેરી ટામેટાં સોફ્ટ થાય ત્યા સુધી સાંતળો.

  3. 3

    પછી તેમાં હળદર, લાલ મરચું પાઉડર, ધાણાજીરુ, બિરયાની મસાલો, મીઠું, લીંબુ નો રસ અને ખાંડ ઉમેરી બરોબર મિક્સ કરી અંદર બાફેલા બટાકા, વટાણા, કોથમીર અને રાંધેલા ભાત ઉમેરી બરોબર મિક્સ કરી લો. 2-3 મિનિટ પછી ગેસ બંધ કરી દેવો.

  4. 4

    તૈયાર વઘારેલા ભાત ને મેં પીરસ્યા છે.

  5. 5

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

Similar Recipes