વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)

Kajal Mankad Gandhi
Kajal Mankad Gandhi @cook_26378136
Gandhinagar
શેર કરો

ઘટકો

10 થી 15 મિનિટ
2 લોકો
  1. 1 મોટો વાટકોરાંધેલા ભાત
  2. 1ઝીણું સમારેલું ટામેટું
  3. 1ઝીણી સમારેલી લીલી ડુંગળી
  4. 2ઝીણા સમારેલા લીલાં મરચાં
  5. 1 ચમચીજીરૂ
  6. 1 ચમચીહળદર
  7. સ્વાદ મુજબ મીઠું
  8. 1 ચમચીલીંબુ નો રસ
  9. 56 મીઠા લીમડા
  10. થોડી ઝીણી સમારેલી કોથમીર
  11. 1 ચમચીલાલ મરચા નો પાઉડર
  12. જરૂર મુજબ તેલ
  13. ૧/૨ ચમચી હિંગ

રાંધવાની સૂચનાઓ

10 થી 15 મિનિટ
  1. 1

    સૌ પહેલા ભાત ને એક વાસણ માં લઇ ને હાથે થી છૂટા પાડી લેવા. અને તેમાં હળદર,મીઠું, લાલ મરચું, લીંબુ નો રસ, ટામેટા બધું નાખી ને બરાબર મિક્સ કરી લેવું.

  2. 2

    હવે એક કડાઈમાં થોડું તેલ મૂકી ને તેમાં જીરું,લીમડો,હિંગ નાખી વઘાર થવા દેવો. ત્યારબાદ તેમાં લીલા મરચા અને ડુંગળી નાખી ને સાંતળવું.

  3. 3

    હવે આ બધું સંતળાઈ જાય પછી તેમાં ભાત નાખી ને થોડી વાત બધું હલાવી ને ઢાંકી ને રાખવું.

  4. 4

    હવે ભાત ને ગેસ પર થી ઉતારી ને તેની ઉપર કોથમીર છાંટી ને ગરમાગરમ પીરસવા..🤗🤗

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kajal Mankad Gandhi
Kajal Mankad Gandhi @cook_26378136
પર
Gandhinagar

Similar Recipes