રાજા રાની પરાઠા (Raja Rani Paratha Recipe In Gujarati)

Ishita Rindani Mankad
Ishita Rindani Mankad @Ishita_1287

રાજા રાની પરાઠા સુરતનુ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. રાજા રાણી પરાઠા ની ખાસિયત એ છે કે તેમાં બટર, ચીઝ, મેયોનીઝ તેમજ લગભગ બધી જ જાતના મસાલાનો ઉપયોગ થાય છે. તેમાં વેજિટેબલ્સ પણ ઘણા હોય છે તેમજ street food છે એટલે spicy બને છે.
#ATW1
#TheChefStory

રાજા રાની પરાઠા (Raja Rani Paratha Recipe In Gujarati)

રાજા રાની પરાઠા સુરતનુ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. રાજા રાણી પરાઠા ની ખાસિયત એ છે કે તેમાં બટર, ચીઝ, મેયોનીઝ તેમજ લગભગ બધી જ જાતના મસાલાનો ઉપયોગ થાય છે. તેમાં વેજિટેબલ્સ પણ ઘણા હોય છે તેમજ street food છે એટલે spicy બને છે.
#ATW1
#TheChefStory

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 - 25 મિનિટ
2 પરાઠા
  1. 1/2 કપકોબી
  2. 1/4 કપગાજર
  3. 1/4 કપકેપ્સિકમ
  4. ૨ નંગડુંગળી
  5. 2-3બાફેલા બટાકા
  6. 1/2 કપપનીર
  7. 1/4 કપચીઝ
  8. 1/2 ટેબલ સ્પૂનધાણાજીરુ
  9. 1 ટીસ્પૂનલાલ મરચું પાઉડર
  10. 1/2 ટીસ્પૂનહળદર
  11. 2 ટીસ્પૂનસેઝવાન સોસ
  12. બટર જરૂર મુજબ
  13. 1/2 ટેબલસ્પૂનમેયોનીઝ
  14. 1 ટીસ્પૂનચાટ મસાલો
  15. 1 ટીસ્પૂનપાઉડર
  16. 1/4 ટીસ્પૂનગરમ મસાલો
  17. 2 કપઘઉંનો લોટ
  18. ૧-૨ ટેબલ સ્પૂન તેલ
  19. પાણી જરૂર મુજબ
  20. મીઠું સ્વાદાનુસાર
  21. કોથમીર જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

20 - 25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટેટાને બાફી લેવા ત્યારબાદ કોબી ગાજર, કેપ્સીકમ ને ચોપર માં ઝીણા ઝીણા ચોપ કરી લેવા

  2. 2

    પરાઠા માટે લોટ બાંધી લેવો, મેં કણક માટે ઘઉંનો લોટ લીધેલો છે પરંતુ 1/2 મેંદો અને 1/2 ઘઉં તેમ પણ લઈ શકાય

  3. 3

    સ્ટફિંગ માટે બટાકા મેશ કરી તેમાં કોબી ગાજર અને કેપ્સીકમ પાણી નિતારીને ઉમેરવા ત્યારબાદ પનીર, ચીઝ, સેઝવાન સોસ તેમજ અન્ય મસાલાઓ ઉમેરી મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરવું

  4. 4

    તૈયાર સ્ટફિંગ માંથી 1/2 ભાગ જુદો કાઢી લેવો

  5. 5

    તૈયાર કણકમાંથી એક મોટો લૂઓ લેવો તેને થોડો વણી સ્ટફિંગ મૂકવું ત્યારબાદ બને તેટલું હાથેથી હેપી લેવું અને ત્યારબાદ વેલણથી વણી લેવો

  6. 6

    પરાઠા ની સાઈઝ મોટી હોય છે તેથી મોટો તવો લેવો અને બંને બાજુ બટર મૂકી પરાઠાને શેકી લેવું

  7. 7

    હવે અલગ કાઢેલા સ્ટફિંગ માં મેયોનીઝ ઉમેરી તવા પર બટર મૂકી રેડી કરી લો

  8. 8

    તૈયાર પરાઠા પર આ ગરમાગરમ સ્ટફિંગ સ્પ્રેડ કરી લો ત્યારબાદ તેના પર ચીઝ ગ્રેટ કરી ગરમાગરમ દહીં કે લીલી ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ishita Rindani Mankad
પર

Similar Recipes