ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)

Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10

#makeitfruity
#TC
ફ્રુટ સલાડ એક એવી સ્વીટ ડિશ છે જે તમે ક્યારેય બનાવી શકો અને કોઈ પણ મહેમાન આવ્યા હોય તો પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)

#makeitfruity
#TC
ફ્રુટ સલાડ એક એવી સ્વીટ ડિશ છે જે તમે ક્યારેય બનાવી શકો અને કોઈ પણ મહેમાન આવ્યા હોય તો પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૨ લોકો
  1. ૧ લિટરદૂધ
  2. ૨૦૦ ગ્રામ ખાંડ
  3. ૨ ચમચીકસ્ટર્ડ પાઉડર
  4. ૧ ચમચીઇલાયચી પાઉડર
  5. કેળુ ઝીણું સમારેલું
  6. સફરજન ઝીણું સમારેલું
  7. નાસપતી ઝીણું સમારેલું
  8. ૧ વાટકીદાળમ
  9. ૯-૧૦ બદામની કતરણ
  10. ૮-૯ પીસ્તા ની કતરણ
  11. ૮-૯ કાજુની કતરણ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌથી પહેલા દૂધ ને ગરમ કરવા મૂકવું ઉભરો આવે પછી દસેક મિનીટ સુધી ઉકળવા દેવું.

  2. 2

    ત્યારબાદ દૂધમાં ખાંડ ઉમેરીને હલાવવું અને પછી ઇલાયચી પાઉડર ઉમેરી દેવો.

  3. 3

    એક બાઉલમાં થોડું દૂધ લઇ તેમાં બે ચમચી કસ્ટર્ડ પાઉડર નાખી અને સરસ રીતે હલાવી લેવું જેથી ગાંઠા ન રહે.

  4. 4

    પછી કસ્ટર્ડ (custard) વાળું દૂધ ધીરે ધીરે દૂધમાં ઉમેરતા જવું અને સતત હલાવતા રહેવું જેથી નીચે બેસી ન જાય. આ બધું ધીમા તાપે જ કરવું. પછી તેમાં બધા ડ્રાયફ્રૂટ્સની કતરણ ઉમેરીને હલાવવું.

  5. 5

    પછી ગેસ ને બંધ કરી દેવો અને દૂધને ઠંડું થવા દેવું. ત્યાં સુધીમાં બધા ફળો ને ઝીણા સમારી લેવા.

  6. 6

    પછી બધા ફળો દૂધમાં ઉમેરી અને ફ્રુટ સલાડ ને ફ્રિજમાં ૫-૬ કલાક ઠંડુ કરવા મુકી દેવું.

  7. 7

    ત્યારબાદ ફ્રુટ સલાડ ને ઠંડું ઠંડું સર્વ કરવું અને ઠંડા ફ્રુટ સલાડ ની મજા માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
પર

Similar Recipes