ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)

Ankita Solanki
Ankita Solanki @Ankita_26
Jamnagar

#CB9
#cookpadindia
#cookpad-gu
શિયાળામાં ખાસ બનાવાતો પાક એટલે ખજૂર પાક અહીંયા મેં ડ્રાયફ્રુટ્સ નો પણ ઉપયોગ કર્યો છે એટલે આ ખૂબ જ હેલ્ધી પાક બને છે ખૂબ જ થોડા સમયમાં અને ખૂબ જ ગુણકારી છે તો ખાસ શિયાળામાં ખાવાથી હેલ્થ ખૂબ જ સારી રહે છે અને એમાં ખાંડનો ઉપયોગ કરવામાં આવતો નથી તેથી બધા ખાઈ શકે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામખજુર બી વગરની
  2. 20 નંગબદામ
  3. 20 નંગકાજુ
  4. 1 ચમચીસૂકા નાળિયેરનું છીણ
  5. 5 ચમચી મિલ્ક પાઉડર
  6. 2 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ આપણે કાજુ અને બદામ ને શેકી લેશો થોડું ઘી મૂકીને ગુલાબી રંગના થાય ત્યાં સુધી તેને શેકાવા દઈશું

  2. 2

    ત્યારબાદ એક કડાઈમાં ઘી મુકીને તેમાં બી કાઢેલી ખજૂરને ઉમેરીને ગરમ કરીશું તે એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી એને ગરમ કરવાની છે ત્યાર પછી તેમાં આપણે roast કરેલા કાજુ અને બદામ ના ટુકડા એડ કરીશું અને મિલ્ક પાઉડર પણ એડ કરી દેશો અને બરાબર મિક્સ કરી લઈશું

  3. 3

    ત્યાર પછી આપણે ઘીથી ગ્રીસ કરેલી થાળી માં તેને પાથરી દઈશું ત્યાર પછી તેના ઉપર કોપરાનું છીણ ભભરાવી શું અને થોડા ડ્રાય ફ્રુટ્સ પણ ભભરાવીને થોડું આવે સાથે દબાવી દેશો અને ઠંડુ થાય પછી તેના મનગમતા પીસ પાડી દઈશું

  4. 4

    તો રેડી છે ખજૂર પાક તેને આપણે એક ડબ્બામાં પેક કરીને રાખી દે શું આ પાક બહાર પણ સારો રહે છે માટે આપણે તેને ફ્રીઝમાં નહીં મૂકીએ બહાર જ રાખીશું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ankita Solanki
Ankita Solanki @Ankita_26
પર
Jamnagar
cooking is my passion...i love cooking...,😊😊😊
વધુ વાંચો

Similar Recipes