ચીલી પોટેટો (Chili Potato Recipe In Gujarati)

Khanjan Udeshi
Khanjan Udeshi @kanishk
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 hr 30 mim
3 લોકો
  1. 5બટાકા
  2. 4 ચમચીકોર્ન ફલોર અથવા રાઈસ ફલોર
  3. 4 ચમચીમેંદો
  4. 1 tbspમરી નો ભૂકો
  5. મીઠું
  6. 1/2 ગ્લાસપાણી
  7. 2 ચમચીતલ
  8. 4 ચમચીતેલ
  9. 4 કળીલસણ
  10. 1 ચમચીલીલા લસણ ના પાન
  11. 1 ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  12. 2 ચમચીટોમેટો સોસ
  13. 1 ચમચીરેડ ચીલી સોસ
  14. 1/2 ચમચીસોયા સોસ
  15. 1 tbspલીંબુ

રાંધવાની સૂચનાઓ

1 hr 30 mim
  1. 1

    ચાલો તો આજે આપણે બનાવી એ છોકરાઓ ને ભાવ તી ડીશ
    સૌ પ્રથમ 5 બટાકા લઈ તેની ચિપ્સ બનાવી લે શુ પછી તેને 5 મિનિટ માટે પાણી માં થોડું મીઠું નાખી બાફી લઈ શું

  2. 2

    ત્યારબાદ તેને પાણી માથી કાઢી એક વાસણ માં નિતારી લઈ પછી તેમાં કોર્ન ફ્લોર છાટી દે શું

  3. 3

    પછી એક વાટકા માં 4 ચમચી કોર્ન ફ્લોર અથવા 4 ચમચી રાઈસ ફલોર અને 4 ચમચી મેંદો લેવાનો પછી તેમાં મરી નો ભૂકો 1 ટેબલ સ્પૂન, મીઠું ટેસ્ટ મુજબ એડ કરી તેમાં 1/2 ગ્લાસ પાણી નાખી તેનું ઘોલ ત્યાર કરવું. પાતળું નથી કરવાનું થોડું જાડું રાખવાનું છે

  4. 4

    ત્યારબાદ તેમાં બટાકા ની chips બોળી તેને તળી લેવાની બધી ચિપ્સ એક વાર ત ળાઈ જાય પછી તેને તરત જ બીજી વાર ફાસ્ટ ગેસ પર તળવાની છે. ચિપ્સ કડક અને થોડી બ્રાઉન કલર ટાઇપ થઈ ગઈ હશે

  5. 5

    હવે બીજી કડાઈ માં 2 ચમચી તલ ને સેકી લઈ શું. સ્લો ગેસ par 2 min કેમ કે તલ ને શેકવા થી એનો ક્રનચી ટેસ્ટ ખાવા માં બહુ જ સારો લાગે છે

  6. 6

    હવે એક કડાઈ માં 4 ચમચી તેલ લઈ તેમાં 4 લસણ ની કળી જીણી સુધારી ને નાખો ત્યારબાદ તેમાં આદુ મરચાં ની પેસ્ટ 1 ચમચી નાખી તેને સાતળી લો પછી તેમાં મીઠું ટેસ્ટ મુજબ નાખો, મરી નો ભૂકો 1/2 ટેબલ સ્પૂન એડ કરો

  7. 7

    હવે તેમાં ટોમેટો સોસ 2 ચમચી, રેડ ચીલી સોસ 1 ચમચી, સોયા સોસ 1/2 ચમચી એડ કરો. તેમાં 1/2 ચમચી લીંબુનો રસ એડ કરો. 1 ચમચી તલ એડ કરો અને થોડા લીલા લસણ ના પાન એડ કરો તેના થી ટેસ્ટ સારો આવશે પછી તેમાં 1/2 ગ્લાસ પાણી નાખી હલાવો

  8. 8

    એક વાટકા માં 1 ચમચી કોર્ન ફ્લોર લઈ તેમાં 2 ચમચી પાણી નાખી આ ગ્રે વી માં ધીમે ધીમે એડ કરતા જાવ તેનાથી ગ્રેવી નો કલર લાલ થશે અને ગ્રેવી થોડી જાડી થશે

  9. 9

    ગ્રેવી ને 5 મિનિટ સુધી પકવા દ્યો ત્યાર બાદ તેમાં તળેલી ચિપ્સ નાખી હલાવો અને ગેસ બંધ કરી તેમાં બાકી રહેલા તલ એડ કરી ગરમા ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Khanjan Udeshi
Khanjan Udeshi @kanishk
પર

ટિપ્પણીઓ

Similar Recipes