ઘટકો

max 40 મિનિટ
3 લોકો માટે
  1. 250 ગ્રામકાબુલી ચણા
  2. 2ડુંગળી (ખમણેલી)
  3. 3-4ટામેટાં (ખમણેલા)
  4. 1 ચમચીલસણની પેસ્ટ
  5. 1 ચમચીઆદુની પેસ્ટ
  6. 1 ચમચીમરચા ની પેસ્ટ
  7. 2-3બાદીયા
  8. 1મોટી ઇલાયચી
  9. 1 ચમચીધાણાજીરુ
  10. ર ચમચી કીચન કીંગ મસાલો
  11. 1 ચમચીછોલે મસાલો (optional)
  12. 1/2 ચમચીકસૂરી મેથી
  13. 1 ચમચીઆંબલી નો pulp
  14. 1/2 ચમચીખાંડ
  15. 2 ચમચીલાલ મરચું
  16. 1/2 ચમચીકાશ્મીરી મરચું
  17. 1 નાની ચમચીહળદર
  18. મીઠું જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

max 40 મિનિટ
  1. 1

    પાલાળેલા ચણા ને થોડા મીઠા સાથે બાફી લો

  2. 2

    પેન માં તેલ ગરમ કરી તેમાં બાદીયા અને ઇલાયચી ઉમેરો

  3. 3

    પછી ખમણેલી ડુંગળી અને મરચા ની પેસ્ટ ઉમેરી સાંતળો

  4. 4

    તેમાં ખમણેલા ટામેટાં, લસણની પેસ્ટ,આદુ ની પેસ્ટ ઉમેરો

  5. 5

    હવે તેમાં હળદર અને મીઠું ઉમેરી થોડી વાર માટે પાકવા દો

  6. 6

    પછી તેમાં બેય મરચું ઉમેરી થોડુ પાણી નાખી તેલ છુટુ પડે ત્યા સુધી પાકવા દો

  7. 7

    હવે તેમાં બધા કોરા મસાલા,આંબલી નો પલ્પ તથા ખાંડ નાખી બરાબર હલાવી લો

  8. 8

    તેમાં 1કપ પાણી ઉમેરી ઉકળે પછી તેમાં બાફેલા ચણા ઉમેરી ઢાંકીને પાકવા દો

  9. 9

    ચણા ઘટ થાય એટલે કોથમીર ઉમેરો

  10. 10

    આ ગરમ ચણા ને પીરસો

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Noopur Mankad
Noopur Mankad @noopur79
પર

Similar Recipes