અમૃતસરી પિંડી છોલે(Amrutsari Pindi Chhole Recipe in Gujarati)

Mital Bhavsar
Mital Bhavsar @cook_25299645

#નોર્થ
#પંજાબ
#અમૃતસર
પોસ્ટ 2 અમૃતસરી પિંડી છોલે

છોલે બનાવવાની રીત દરેકની અલગ હોય છે એટલે મેં થોડો ફેરફાર કરીને એમાં ગ્રેવી કરવાની જગ્યાએ થોડો ક્રન્ચી ટેસ્ટ આવે એટલે ડુંગળી,ટામેટા ઝીણા સુધારીને સાંતળીને બનાવ્યા છે.

અમૃતસરી પિંડી છોલે(Amrutsari Pindi Chhole Recipe in Gujarati)

#નોર્થ
#પંજાબ
#અમૃતસર
પોસ્ટ 2 અમૃતસરી પિંડી છોલે

છોલે બનાવવાની રીત દરેકની અલગ હોય છે એટલે મેં થોડો ફેરફાર કરીને એમાં ગ્રેવી કરવાની જગ્યાએ થોડો ક્રન્ચી ટેસ્ટ આવે એટલે ડુંગળી,ટામેટા ઝીણા સુધારીને સાંતળીને બનાવ્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 થી 30 મિનિટ
1 વ્યક્તિ
  1. 1 કપછોલે ચણા
  2. 2ટામેટા ઝીણા સુધારેલા
  3. 2ડુંગળી ઝીણી સુધારેલી
  4. 1ડુંગળીના ગોળ પૈતા
  5. 1/4 ચમચીઆદુની પેસ્ટ
  6. 1/2 ચમચીલસણની પેસ્ટ
  7. મીઠું સ્વાદ મુજબ
  8. ચપટીસંચળ પાઉડર
  9. ચપટીઆમચૂર પાઉડર
  10. ચપટીઅનારદાણા પાઉડર
  11. 1/4 ચમચીગરમ મસાલો
  12. 1/2 ચમચીકસૂરી મેથી
  13. ચપટીહળદર
  14. 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  15. 1 ચમચીધાણાજીરું
  16. 1/4 ચમચીછોલે મસાલો
  17. 1/2લીંબુનું ફાડીયુ
  18. 2તમાલપત્ર
  19. 1ઇલાયચી
  20. 1દગડફૂલ
  21. 3,4લવિંગ
  22. 1 ટુકડોતજ
  23. વઘાર માટે-5 ચમચી તેલ
  24. ચપટીરાઈ
  25. ચપટીહીંગ
  26. 1લીલું મરચું

રાંધવાની સૂચનાઓ

25 થી 30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ છોલે ચણાને ધોઈને 5,6 કલાક પલળવા મૂકી દો.

  2. 2

    પલળી જાય એટલે તેમાં તમાલપત્ર,લવિંગ,તજ અને ઇલયચી આખી નાખી દો. હવે ચાની ભૂકી નાખેલી પોટલી/ટી બેગ/સુકવેલા આમળા/આંબોળિયા 2,3 નાખી દો.(આ બધું નાખવાથી કલર ડાર્ક બ્રાઉન આવશે)

  3. 3

    હવે ગેસ પર કુકરમાં પોટલી અને આખા મસાલા સાથે જ જરૂર મુજબ પાણી રેડી બાફવા મૂકી દો.5,6 વ્હીસલ વાગે એટલે ગેસ બંધ કરી દો. જરૂર પડે તો વધુ વ્હીસલ વગાડવી,નહી તો ચણા કડક રહેશે.હવે એક કડાઈમાં તેલ મૂકી વઘાર મુકો.તેમાં રાઈ તતડે એટલે હિંગ,લીલું મરચું નાખી આદ,લસણની પેસ્ટ નાખી હલાવો.હવે તરત જ ડુંગળી નાખી સાંતળો.

  4. 4

    હવે ટામેટા નાખી સાંતળો.ત્યારબાદ બધા જ મસાલા કરી દો.હવે થોડું ચણાનું ડાર્ક કલરનું જ પાણી રેડી 1 મિનિટ હલાવો.હવે તેમાં છોલે નાખીને ઉકળવા દો.ખટાશ બહુ લાગે તો 1 ચમચી ક્રીમ/દૂધની મલાઈ નાખવાથી ખટાશ તથા તીખાશ પણ ઓછી થઇ જશે અને ચપટી ખાંડ/ટોમેટો કેચ અપ 1 ચમચી નાખવાથી ખટાશનું બેલેન્સ જળવાઈ રહેશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mital Bhavsar
Mital Bhavsar @cook_25299645
પર

ટિપ્પણીઓ

Similar Recipes