છોલે (Chhole Recipe In Gujarati)

Shree Lakhani
Shree Lakhani @shree_lakhani
સુરત
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20-25 મિનિટ
4 લોકો
  1. 250 ગ્રામછોલે ચણા
  2. 1તમાલપત્ર
  3. 2 નંગલવિંગ
  4. 2 નંગઇલાયચી
  5. 1 ટુકડોતજ
  6. 1 નાની ચમચીહળદર
  7. 1 ચમચીલાલ મરચું પાઉડર
  8. 1 ચમચીછોલે મસાલો
  9. 1 નંગબટેકુ
  10. 2 નંગકાંદા
  11. 3 નંગટામેટાં
  12. 1 ટુકડોઆદુ
  13. 8-10કળી લસણ
  14. 1 ચમચીકોથમીર
  15. મીઠું સ્વાદાનુસાર
  16. ૫-૭ ચમચી તેલ

રાંધવાની સૂચનાઓ

20-25 મિનિટ
  1. 1

    છોલે ચણા ને ધોઈ ને ૮-૧૦ કલાક માટે પલાળી લો.

  2. 2

    હવે કૂકર માં છોલે ચણા લઇ તેમાં તમાલપત્ર, ઈલાયચી, તજ, લવિંગ, મીઠું,૧/૪ ચમચી હળદર તથા 1 બટેકા સાથે પાણી ઉમેરી ૩-૪ સિટી કરી બાફી લો.

  3. 3

    હવે મિક્સચર જાર માં કાંદા ની પેસ્ટ તૈયાર કરી લો.

  4. 4

    હવે આદું, લસણ ની પેસ્ટઃ કરી લો તથા ટામેટાં ની પ્યૂરી કરી લો.

  5. 5

    એક કડાઈ મા ૩-૪ ચમચી તેલ ગરમ કરી તેમાં કાંદા ની પેસ્ટ ૨-૩ મિનીટ માટે સાંતળી લો.હવે તેમાં આદુ, લસણ ની પેસ્ટ ઉમેરી ૨-૩ મિનીટ માટે સાંતળી લો. ત્યાર બાદ તેમાં ટામેટાં ની પ્યૂરી ઉમેરી ૩-૪ મિનીટ માટે સાંતળી લો.હવે તેમાં મીઠું લાલ મરચું પાઉડર, હળદર, છોલે મસાલો ઉમેરી ૩-૪ મીનીટ માટે સાંતળી લો.

  6. 6

    હવે તેમાં બાફેલા છોલે (તે પાણી સાથે જ તેમાં ઉમેરી દેવા) તથા બાફેલુ બટેકુ(મેશ કરીને)જરૂર મુજબ મીઠું ઉમેરી મિક્સ કરી લો.(મેશ કરેલું બટેકુ ઉમેરવાથી રસ ઘટ થાય જેથી ટેસ્ટ સારો આવે છે.) તથા 5-7 મિનીટ માટે ચડવા દો.તો તૈયાર છે આપણા દિલ સે છોલે.

  7. 7

    તેને ગરમ ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shree Lakhani
Shree Lakhani @shree_lakhani
પર
સુરત

Similar Recipes