રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

30 થી 35મિનિટ
2 લોકો માટે
  1. 100 ગ્રામપનીર
  2. 2 નંગડુંગળી
  3. 3 નંગટામેટાં
  4. 100 ગ્રામબાફેલા વટાણા
  5. 1 ચમચીઆદુ ની પેસ્ટ
  6. 1 ચમચીલસણની પેસ્ટ
  7. 1/2 ચમચીકાશ્મીરી મરચું (કલર માટે)
  8. 2 નંગબાદીયા
  9. 1 નંગમોટી ઇલાયચી
  10. 1/2ધાણાજીરુ
  11. 1/2 ચમચીગરમ મસાલો
  12. 1/2 ચમચીકસૂરી મેથી
  13. 1 ચમચીકીચન કીંગ મસાલો
  14. 1/2 ચમચીહળદર
  15. 3 ચમચીફ્રેશ ક્રીમ (ઓપ્શનલ )
  16. વઘાર માટે તેલ અને ઘી બંને
  17. મીઠું જરૂર મુજબ
  18. 1/2ટી સ્પૂન ખાંડ (દેશી ટામેટાં હોય તો)

રાંધવાની સૂચનાઓ

30 થી 35મિનિટ
  1. 1

    1 કઢાઈ મા તેલ ગરમ કરી તેમાં રફલી કાપેલા ડુંગળી અને ટામેટાં ઉમેરી સાંતળો

  2. 2

    આ મિશ્રણ ઠંડું પડે એટલે એને પીસી લો

  3. 3

    હવે વઘાર માટે તેલ અને ઘી ગરમ કરી તેમાં બાદીયા,ઇલાયચી અને ડુંગળી-ટામેટાં ની પેસ્ટ ઉમેરી થોડી વાર માટે પાકવા દો

  4. 4

    પછી તેમાં હળદર, મીઠું અને ખાંડ ઉમેરો (જો દેશી ટામેટાં હોય તો)

  5. 5

    મિશ્રણ પાકવા લાગે એટલે તેમાં આદુ લસણની પેસ્ટ અને બેય મરચું ઉમેરી થોડુ પાણી નાખી પાકવા દો

  6. 6

    પછી તેમાં ગરમ મસાલો, કીચન કીંગ મસાલો અને કસૂરી મેથી ઉમેરી થોડુ પાણી નાખી પાકવા દો

  7. 7

    મિશ્રણ ઘટ થાય એટલે ગેસ બંધ કરી તેમાં ફ્રેશ ક્રીમ ઉમેરો (optional)

  8. 8

    હવે તેમાં પનીર ના ટુકડા અને બાફેલા વટાણા ઉમેરો

  9. 9

    એક વઘારીયા મા થોડુ ઘી સરખું ગરમ કરી બનાવેલ શાક મા ઉમેરી કોથમીર ઉમેરી સર્વ કરો

  10. 10

    Note:- પનીર અને વટાણા ઉમેરી દીધા પછી શાક ને વધુ વાર ચાલુ ગેસ પર ન લખવુ નહીં તો વટાણા નો કલર લીલો નહીં રહે. 🙏

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Noopur Mankad
Noopur Mankad @noopur79
પર

Similar Recipes