પોડી મસાલો (Podi Masala Recipe In Gujarati)

પોડી એ ચણાની દાળ, અડદની દાળ અને બીજા થોડા મસાલા સાથે તૈયાર કરવામાં આવતો ખુબ જ સ્વાદિષ્ટ મસાલો છે. એ મિલાગાઈ પોડિ, ગન પાઉડર, ઈડલી કરમ પોડિ અથવા ચટણી પોડી એવા જુદા જુદા વિવિધ નામોથી ઓળખાય છે. પુડી અથવા પોડિ એ સામાન્ય દક્ષિણ ભારતીય શબ્દ છે જેનો મતલબ પાઉડર એવો થાય છે. તે મોટે ભાગે ઈડલી સાથે ખવાય છે, તેથી તે ઇડલી પોડિ તરીકે ઓળખાય છે.
પોડી પાઉડર પર તલનું તેલ અથવા ગરમ ઘી નાંખીને ખાવાથી તે ખુબ જ ટેસ્ટી લાગે છે. પોડી માં બધી વસ્તુ ઓને સરસ શેકીને પીસી લઈ મીક્ષ કરીને પીસવામાં આવે છે. તેને વધારે પ્રમાણમાં બનાવીને એરટાઇટ કાચની બરણીમાં છ મહિના સુધી ફ્રિઝમાં સ્ટોર કરી શકો છો.
#podimasala
#milagaipodi
#malgapodipowder
#southindianmasala
#cookpadindia
#cookpadgujarati
પોડી મસાલો (Podi Masala Recipe In Gujarati)
પોડી એ ચણાની દાળ, અડદની દાળ અને બીજા થોડા મસાલા સાથે તૈયાર કરવામાં આવતો ખુબ જ સ્વાદિષ્ટ મસાલો છે. એ મિલાગાઈ પોડિ, ગન પાઉડર, ઈડલી કરમ પોડિ અથવા ચટણી પોડી એવા જુદા જુદા વિવિધ નામોથી ઓળખાય છે. પુડી અથવા પોડિ એ સામાન્ય દક્ષિણ ભારતીય શબ્દ છે જેનો મતલબ પાઉડર એવો થાય છે. તે મોટે ભાગે ઈડલી સાથે ખવાય છે, તેથી તે ઇડલી પોડિ તરીકે ઓળખાય છે.
પોડી પાઉડર પર તલનું તેલ અથવા ગરમ ઘી નાંખીને ખાવાથી તે ખુબ જ ટેસ્ટી લાગે છે. પોડી માં બધી વસ્તુ ઓને સરસ શેકીને પીસી લઈ મીક્ષ કરીને પીસવામાં આવે છે. તેને વધારે પ્રમાણમાં બનાવીને એરટાઇટ કાચની બરણીમાં છ મહિના સુધી ફ્રિઝમાં સ્ટોર કરી શકો છો.
#podimasala
#milagaipodi
#malgapodipowder
#southindianmasala
#cookpadindia
#cookpadgujarati
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનને ગરમ કરી તેમાં ધીમી આંચ પર લાલ કાશ્મીરી મરચાં ૫ મિનિટ સુધી શેકીને થાળીમાં કાઢી લો.
- 2
હવે એ જ પેનમાં તલ શેકીને થાળીમાં લઇ લો ત્યારબાદ તેમાં ૨ ચમચી તેલ ગરમ કરી ચણાની દાળ ઉમેરો.
- 3
તુરંત બાદ તેમાં અડદની દાળ ઉમેરીને ૫ મિનિટ માટે બંને દાળને શેકી તેને થાળીમાં કાઢી લો.
- 4
હવે, તેમાં રાઈ અને લીમડાનાં પાન ઉમેરી શેકીને એજ થાળીમાં કાઢી લો.
- 5
પછી, તેમાં મીઠું ઉમેરીને બધું જ સારીરીતે મિક્સ કરી લો.
- 6
હવે, આ મિશ્રણને મિક્સરમાં બારીક પીસીને પાઉડર બનાવીલો.
- 7
તો પોડી મસાલો તૈયાર છે.
Similar Recipes
-
પોડી મસાલા રવા ઈડલી (Podi Masala Rava Idli Recipe In Gujarati)
#podimasalaravaidli#masalaidli#milagaipodiidli#podimasala#southindian#Cookpadindia#Cookpadgujaratiપોડી એ ચણાની દાળ, અડદની દાળ અને બીજા થોડા મસાલા સાથે તૈયાર કરવામાં આવતો ખુબ જ સ્વાદિષ્ટ મસાલો છે. એ મિલાગાઈ પોડિ, ગન પાઉડર, ઈડલી કરમ પોડિ અથવા ચટણી પોડી એવા જુદા જુદા વિવિધ નામોથી ઓળખાય છે. પુડી અથવા પોડિ એ સામાન્ય દક્ષિણ ભારતીય શબ્દ છે જેનો મતલબ પાઉડર એવો થાય છે. તે મોટે ભાગે ઈડલી સાથે ખવાય છે, તેથી તે ઈડલી પોડિ તરીકે ઓળખાય છે.અહીં રવા ઈડલીને આ પોડી મસાલા અને ગ્રેવી સાથે બનાવી છે. Mamta Pandya -
પોડી મસાલો (Podi Masala Recipe In Gujarati)
#ST#south Indian treatતમે કદી કોઇ દક્ષિણ ભારતીય કોઠાર અથવા રસોડાના કબાટમાં નજર કરી હશે તો તમને જરૂરથી સારા પ્રમાણમાં પોડી અથવા સૂકા મસાલા અને દાળનો પાઉડર નજરે પડશે, જે કોઇ પણ વાનગી સાથે અથવા તો ભાત સાથે મેળવીને એક સાદા મુખ્ય જમણ તરીકે પીરસવામાં આવે છે.આ મલગાપડી પાવડરને હસી-મજાકમાં ગન પાઉડર પણ કહેવાય છે કારણકે તેનો સ્વાદ જ એવો તેજદાર છે. લાલ મરચાંની તીખાશ સાથે શેકેલી દાળ તથા હીંગની સુવાસ અને સ્વાદ એવો મજેદાર દક્ષિણ ભારતીય મસાલા પાઉડર બનાવે છે કે તે જીભને તરત જ ગમી જાય.પોડી મસાલા એ દાળ, નારિયેળ, લસણ અને સૂકા મસાલાનું મિશ્રણ છે. તે કઢી, સાંભર કે સબ્જીમાં ઉમેરવામાં આવે છે અથવા ઇડલી, ઢોસા કે મેંદુવડા સાથે પીરસવામાં આવે છે. આ મસાલાને થોડીક સામગ્રી વડે સરળતાથી ઘરે બનાવી શકાય છે. કોઈપણ વાનગીમાં આ મસાલાનો ઉમેરો સરળતાથી તેનો સ્વાદ વધારી શકે છે અને તેને વધુ પૌષ્ટિક બનાવી શકે છે.આ પોડી મસાલાને દરેક સાઉથ ઈન્ડિયન ડીશ સાથે નારિયલ ચટણી નાં વિકલ્પ માં કે મુસાફરી દરમ્યાન અથવા લંચ બોક્સ માં ઉપયોગ માં લઈ શકાય છે. Dr. Pushpa Dixit -
પોડી મસાલો Podi Masala Powder recipe in Gujarati)
પોડી એ ચણાની દાળ, અડદની દાળ અને બીજા થોડા મસાલા સાથે તૈયાર કરવામાં આવતો ખુબ જ સ્વાદિષ્ટ મસાલો છે.એ મિલાગાઈ પોડિ, ગન પાઉડર, ઇડલી કરમ પોડિ અથવા ચટણી પોડી એવા જુદા જુદા વિવિધ નામોથી ઓળખાય છે. પુડી અથવા પોડિ એ સામાન્ય દક્ષિણ ભારતીય શબ્દ છે જેનો મતલબ પાઉડર એવો થાય છે. તે મોટે ભાગે ઈડલી સાથે ખવાય છે, તેથી તે ઇડલી પોડિ તરીકે ઓળખાય છે.પોડી પાઉડર પર તલનું તેલ અથવા ગરમ ઘી નાંખીને ખાવાથી તે ખુબ જ ટેસ્ટી લાગે છે. અમારી ઘરે અમે સાઉથ ઈન્ડિયન ફુડ ખુબ બનતું હોય છે,એટલે હું હંમેશા આ ટેસ્ટી તીખો પોડી મસાલો બનાવી ને જ રાખતી હોવું છું. અમે પોડી મસાલો, ઈડલી, ઢોંસા, મેંદુવડા, ઉત્પમ એ બધાં જ જોડે યુઝ કરીએ છીએ. મારી દિકરી નો તો આ પોડી મસાલો ખુબ જ ફેવરેટ છે!!પોડી માં બધી વસ્તુ ઓને સરસ સેકી ને પીસી લઈ મીક્ષ કરવામાં આવે છે. ખુબ જ સરળ રેસિપી છે. પોડી પાઉડર થોડો કકરો રાખવામાં આવે છે. હું હંમેશા વધારે પ્રમાણ માં પોડી મસાલો બનાવી એને એરટાઇટ કાચની બરણીમાં સ્ટોર કરી રાખું છું. જો તમે એને રેફ્રિજરેટર રાખશો તો,છ મહિના સુધી એ એકદમ સરસ જ રહે છે. બહાર રાખશો તો ત્રણ મહિના સુધી આરામથી બહાર સરસ રહી સકે છે.પોડી બનાવવાની બહુ બધી અલગ રીત હોય છે. સામાન્ય રીતે તેમાં ઘરમાં જ અવેલેબલ હોય એવાં જ સામાનનો વપરાશ થતો હોય છે. હું આ પોડી મસાલો ચણાદાળ, અડદની દાળ, સુકાં લાલ મરચાં, હીંગ, મીઠું, મેથી દાણાં, તલ અને લીમડાનાં પાનથી બનાવું છું. ઘણાં લોકો તેમાં સૂકું કોપરું, ગોળ અને આંમલી પણ નાંખે છે.તમે ઇચ્છો તો તમે વાપરી સકો છો. તમે મારી આ રીત થી આ પોડી મસાલો કે ગનપાઉડર બનાવી ને જરુર થી જોજો. ખુબ જ સરસ ટેસ્ટી લાગે છે. અમારો તો આ ખુબ જ ફેવરેટ છે તમારો પણ ફેવરેટ બની જસે.#Cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
મિલગાઇ પોડી (Milagai Podi Recipe In Gujarati)
#સાઉથ#મિલગાઇ પોડી દક્ષિણ ભારત ની ખાસ પ્રકારની કોરી ચટણી છે. આને ગન પાઉડર પણ કહેવાય છે. આ ચટણી લાંબા સમય સુધી રાખી શકાય છે. ઈડલી, ઢોંસા કે ભાત સાથે , ચટણી માં તેલ નાખી સર્વ કરાય છે. Dipika Bhalla -
ઈડલી પોડી (Idli podi recipe in Gujarati)
આ South Indian recipes માં વપરાતાે પાઉડર છે .. ઈડલી ઢોંસા વગેરે સાથે સરસ લાગેછે. સાંભાર , રસમ માં નાખવાથી પણ સરસ લાગે છે.આ પાઉડરમાં તેલ નાખી ને ઈડલી જોડે ખાવામાં આવે છે Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
મલગાપોડી પાઉડર (ગન પાઉડર) (Malgapodi Powder recipe in Gujarati)
# આ પાઉડર સાઉથ ઇન્ડિયા ની કોઈપણ વાનગી હોય એમાં વયરાય છે,તે ગન પાઉડર તરીકે પણ ઓળખાય છે.તે ઈડલી,ઢોસા,મેદુવડા અને ચટણી માં વાપરી શકાય છે.હું પણ બનાવું છું અને તેનો ઉપયોગ ઈડલી અને ઉપમા માં પણ કરું છું.ટેસ્ટ માં તો અહાહા.....તીખો હોય છે. Alpa Pandya -
પોડી ઈડલી(podi idli recipe in Gujarati)
#સૂપરશેફ4મેં ઈડલી બનાવી છે જેની મેં પોડી સાથે બનાવી છે.પોડી એટલે એક જાતનો મસાલોજે ખાવામાં ટીક હોય છે અને એનો ટેસ્ટ એક અનોખો જ લાગતો હોય છે.આ પોડીબધી દાળ અને થોડા ચોખા શેકીને બનાવવામાં આવે છે. આ પોડીને તમે એક મહિના સુધી પણ બનાવીને સ્ટોર કરી શકો છોઆંધ્રપ્રદેશમાં બહુ ફેમસ છે. Pinky Jain -
પોડી મસાલા (Podi Masala Recipe In Gujarati)
ઈડલી પોડી મસાલા નો ઉપયોગ ગુંટુર ઈડલી માં કરવા માં આવે છે. આન્દ્રપ્રદેશ માં ગુંટુર નામ નું નાનું સિટી છે.ત્યાં નો મસાલો ફેમસ છે. Daxita Shah -
પોડી પુલાવ (Podi pulav recipe in Gujarati) (Jain)
#PR#Jain#Podi#pulav#CookpadIndia#COOKPADGUJRATI પર્યુષણ દરમિયાન કોઈપણ પ્રકારના લીલા શાક, ફળ, સૂકા મેવાનો ઉપયોગ કરી શકાતો નથી. હા સૂકામેવામાં કાગદી બદામ તે દિવસની તોડેલી તે દિવસે વાપરી શકાય છે તથા કેટલીક સુકવણી પણ વાપરી શકાય છે અહીં મેં અહીં પોડી પાવડર સાથે સુકા મીઠા લીમડાના પાનનો ઉપયોગ કરીને થોડી પુલાવ તૈયાર કરેલ છે જે એકદમ સ્વાદિષ્ટ લાગે છે અને ફટાફટ બની પણ જાય છે. તમે પણ આ રેસિપી ચોક્કસથી ટ્રાય કરજો. Shweta Shah -
-
કોલ્લુ પોડી /કળથી ની સૂકી ચટણી (Kollu podi recipe in Gujarati)
કોલ્લુ પોડી એ કળથી અને મસાલા માંથી બનતી એક સ્વાદિષ્ટ સૂકી ચટણી છે જે તામિલનાડુ રાજ્ય ની રેસિપી છે. કળથી પોતાના ઔષધીય ગુણો માટે જાણીતું કઠોળ છે જે પ્રોટીનથી ભરપૂર હોય છે. કળથી નું સેવન આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.કોલ્લુ પોડી ઈડલી અને ઢોસા સાથે ખાવામાં આવે છે. ગરમ ભાતમાં ઘી સાથે ઉમેરીને પણ એ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ સૂકી ચટણી કોપરાનાં તેલમાં મિક્સ કરીને પણ ખાવામાં આવે છે.#india2020#post5 spicequeen -
હૈદરાબાદી પોડી ગન પાવડર (Hyderabadi Podi Gun Powder Recipe in Gu
#ST#Cookpadgujarati#Andra_Style_Gun_powder આ ગન પાવડર દક્ષિણ ભારતમાં પ્રખ્યાત છે. ખાસ કરીને હૈદરાબાદ મા આ ગન પાવડર નો ઉપયોગ ડોસા કે ઇડલી સાથે કરવામા આવે છે. ગન પાવડર સામાન્ય રીતે ચોખા અને ઘી સાથે ખાવામાં આવે છે. આ પાવડર નો ઉપયોગ ડોસા અને ઇડલીમાં થાય છે. તે સામાન્ય રીતે તેલ સાથે ભળી જાય છે. આ ગન પાવડર નો સ્વાદ એકદમ ચટાકેદાર અને મસાલેદાર હોય છે. Daxa Parmar -
મિક્સ વેજ અને ઘી-પોડી ઉત્તપમ (mixed veg and ghee-podi uttapam recipe in gujarati)
સાઉથ ઇન્ડિયન વાનગી સ્વાદિષ્ટ, હેલ્ધી હોવાની સાથે પચવામાં હળવી હોય છે. પૂરી અલગ-અલગ દાળો અને ચોખાની પ્લેટર કહી શકાય.સાથે ઘણાબધા વેજિટેબલ્સ અને કોપરું. બધું જ સુપર હેલ્ધી. પોડી મસાલો અને ચટણી બનાવવામાં અડદ-ચણાની દાળ વપરાય છે. સંભાર તુવેરની દાળ નો બને છે. અને ચોખા,અડદની દાળનું ખીરું બને છે. સાઉથ ઇન્ડિયન પ્લેટર મારા પૂરા ફેમિલી માં બધાનું પ્રિય છે.ગરમ ઉત્તપમ,ઢોંસા કે ઇડલીની ઉપર ભરપૂર ઘી અને પોડી મસાલો અને સાથે નારિયેળની મીઠી ચટણી એકદમ ટેસ્ટી લાગે છે. આ કોમ્બીનેશન મેં હૈદરાબાદ ની બહુ જ ફેમસ એવી 'Chatneys' restaurant માં પહેલી વાર ચાખ્યું હતું. અને ત્યારથી મારું ફેવરીટ છે. તો મેં એક ઉત્તપમ ઘી-પોડી બનાવ્યો છે.#સુપરશેફ4#પોસ્ટ1#dalrice#માઇઇબુક#પોસ્ટ_34 Palak Sheth -
મલગાપોડી પાઉડર/ગન પાઉડર(Malagapodi powder Recipe In Gujarati)
#સાઉથ#કર્ણાટકપોસ્ટ 3 મલગાપોડી પાઉડરઆ પાવડરમાં ઘી/તેલ નાખી ઈડલી સાથે,ડોસામાં ઉપર ભભરાવીને,ખાખરા સાથે,રોટલી સાથે બધાની જોડે ખુબ સરસ લાગે છે.મારા ઘરમાં તો હું બનાવીને કાચની બોટલમાં ભરી રાખું છું.આ પાઉડર લાંબો સમય સુધી સારો રહે છે,પણ ઘણા લોકો આમાં સૂકું કોપરું અને તલ પણ શેકીને ઉમેરતાં હોય છે એટલે કોપરું લાંબા સમયે ખોરાશની સ્મેલ આવે છે. Mital Bhavsar -
પોડી મસાલા રવા ઈડલી (Podi Masala Rava Idli Recipe In Gujarati)
#EB#Cookpadindia#Cookpadgujrati Vaishali Thaker -
ઈડલી પોડી (Idli podi recipe in Gujarati
#South #Southindian #Gunpowderસાઉથમાં idli podi મસાલો ખૂબ જ પ્રખ્યાત છે અને આ મસાલા સંભાર ત્યાંની પહેચાન છે. Nita Mavani -
ઇડલી પોડી મસાલા (Idli Podi Masala Recipe In Gujarati)
#ST#cookpadindia#cookpadgujaratiઇડલી પોડી - મીલગાઇ પોડી મસાલા Ketki Dave -
મોલગા પોડી (ગન પાઉડર) (molaga podi recipe in Gujarati)
આ મસાલો સાઉથ નો ખુબ જ ફેમસ છે.તેને ઈડલી કે ઢોસા ઉપર નાંખવાથી તેનો ટેસ્ટ બમણો થય જાય છે.કાચની બોટલ મા ભરીને ૧ મહીના સુધી સ્ટોર કરી શકાય છે. Mosmi Desai -
પરૂપ્પૂ પોડી (Paruppu Podi Recipe In Gujarati)
#ST#cookpadindia#cookpadgujaratiપરૂપ્પુ પોડી -કન્દી પોડી સામાન્ય રીતે સ્ટીમ રાઇસમા ઘી & પરૂપ્પૂ પોડી નાંખી ખાવામા આવે છે ....સાથે સાથે એ ઇડલી , ઢોંસા & પરોઠા સાથે પણ ખવાય છે Ketki Dave -
ગન પાઉડર (દાળની કોરી ચટણી)(Gun powder recipe in Gujarati)
ગન પાઉડર મિક્સ દાળ માંથી બનાવવા માં આવતી એક સાઉથ ઇન્ડિયન સુકી ચટણી છે જે ઈડલી પોડી તરીકે પણ ઓળખાય છે. નાળિયેરના તેલ સાથે મિક્ષ કરીને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ ચટણી કોઈપણ સાઉથ ઈન્ડિયન ડિશ સાથે સર્વ કરી શકાય.#માઇઇબુક#પોસ્ટ15 spicequeen -
ગન પાઉડર (Gun Powder Recipe In Gujarati)
#PR 🙏જય જિનેન્દ્ર 🙏પર્યુષણ સ્પેશિયલ સૂકી ચટણી(ગન પાઉડર) : Krishna Dholakia -
-
પોડી મસાલા કોર્ન (podi masala corn recepie in gujarati)
#સૂપરશેફ3 #મોનસુન સ્પેશ્યલ #વીક 3મકાઈમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે.પોડી મસાલા કોર્ન દક્ષિણ ભારતમાં ખૂબ જ ફેમસ છે. ત્યાંના લોકો ઈડલી અને ઢોસા માં પોડી મસાલાનો ઉપયોગ કરે છે. મે અહી મકાઈને બાફીને પોડી મસાલા નો ઉપયોગ કરીને બનાવી છે. ચોમાસાની ઋતુમા પોડી મસાલા કોર્ન ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Parul Patel -
-
સંભાર મસાલો (Sambhar Masala Recipe In Gujarati)
#CJM#Week - 1આ સંભાર મસાલો ખુબ જ ટેસ્ટી લાગે છે. Arpita Shah -
ખારી કેક (khari cake recipe in Gujarati.)
#સુપરશેફ૩ખારી કેક ખુબ જ હેલ્ધી નાસ્તો છે તે ચા અથવા કોફી સાથે ખુબ જ સરસ લાગે છે. Apeksha Parmar -
સાઉથ ઇન્ડિયન ચટનીઝ(South Indian Chautneys Recipe In Gujarati)
કોઈ પણ સાઉથ ઇન્ડિયન ફૂડ જેના વગર અધૂરું લાગે એ છે ત્યાંની ભાતભાતની ચટણીઓ....એક અલગ જ યુનીક ટેસ્ટ ઉમેરાય છે ચટણીઓ સાથે...લીલું કોપરું, આંબલી, અડદ-ચણાની દાળ, સૂકા મરચાં, મીઠા લીમડાનાં પાન... આ બધી મુખ્ય સામગ્રી સાથે બનતી હોય છે...અહીં મેં બનાવી છે....કારા ચટણી...જે એમ જ ઇડલી,ઢોંસા,ઉત્તપમ વગેરેની સાથે મૈસુર મસાલા ઢોંસા માં પણ જાય છે.બીજી છે નીલગીરી ફુદીનાની ચટણી....એમ જ ખાવાની સાથે નીલગીરી ઢોંસા માં માં પણ જાય છે..ત્રીજી છે બહુ જ મુખ્ય ને કોમન એવી કોપરાની સફેદ ચટણી...અને ચોથી છે...લીલા કોપરાની મીઠી ચટણી, જે મેં ફક્ત હૈદરાબાદ માં ખાધેલી છે...બીજે ક્યાંય જોઈ નથી....પણ મને પસંદ છે તો ઘરે બનાવી છે...#સાઉથ#પોસ્ટ2 Palak Sheth -
મસાલા ઢોસા ((Masala Dosa Recipe in Gujarati)
#GA4#Week3#Dosaઢોંસા હંમેશા સાંભાર અને ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. પણ મારા ઘરમાં બધાને ચટણી સાથે ખાવાના બહુ ગમે છે. એટલે હું ઢોસા બનાવતી વખતે જ સાંભાર પાઉડર છાંટી દઉ છું. Urmi Desai -
વેજ. રવા પોડી કુલ્ફી ઈડલી (Veg. Rawa Podi Kulfi Idli recipe in Gujarati) (Jain)
#RB10#week10#SR#recipe_book#podi#rava#vegetable#Idali#instant#zatpat#fatafat#South_Indian#break_fast#dinner ઈડલી આમ તો સાઉથ ઇન્ડિયા ની પ્રખ્યાત વાનગી છે પરંતુ હવે તે સમગ્ર દેશમાં તથા દુનિયાના ઘણા બધા દેશો ના મેનુમાં આગવું સ્થાન પામેલ છે. તે જુદા જુદા આ પ્રકારે તૈયાર કરવામાં આવે છે. મેં અહીં રવાની ઈન્સ્ટન્ટ ઈડલી બનાવી છે તેની સાથે ઘણા બધા શાકભાજીનો ઉપયોગ કર્યો છે અને તેમાં પોડી પાઉડર ઉમેરીને તેને એક અલગ જ કલેવર આપવાનો પ્રયત્ન કર્યો છે. આ રીતે બનાવવાથી તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ પ્રકારની ઇડલી માં ઘણા બધા શાક નો ઉપયોગ કરવામાં આવે છે સાથે સાથે તેનો આકાર બાળકોને ખુબ જ પસંદ પડે એવો છે, આથીબાળકો તે હોંશે હોંશે ખાઈ જાય છે. Shweta Shah -
સાઉથ ઇન્ડિયન ઈડલી અને મીની ઉત્તપમ
સાઉથ ઇન્ડિયન દરેકે દરેક રેસીપી એકદમ ટેસ્ટી અને હેલ્ધી હોય છે તેમાંથી જ એક છે ઈડલી અને બીજું છે મિક્સ વેજ ઉત્તપમ જે હુ અહીં શેર કરી રહી છું ફ્રેન્ડ્સ મેં મારા ઢોસા ની પોસ્ટમાં સાંભાર ની રેસીપી અને કોકોનટ ચટણી ની રેસિપી શેર કરી છે એ જ સેમ હું ઈડલી અને ઉત્તપમ સાથે સર્વ કરું છું અને હું ઉત્તપમ બનાવવા માટે પણ આજ ખીરાનો ઉપયોગ કરું છું અને સાથે હું મલગાપડી મસાલો પણ સર્વ કરું છું#માઇઇબુક#સાઉથઆ મલગાપડી પાવડરને હસી-મજાકમાં ગન પાઉડર પણ કહેવાય છે કારણકે તેનો સ્વાદ જ એવો તેજદાર છે. લાલ મરચાંની તીખાશ સાથે શેકેલી દાળ તથા હીંગની સુવાસ અને સ્વાદ એવો મજેદાર દક્ષિણ ભારતીય મસાલા પાઉડર બનાવે છે કે તે જીભને તરત જ ગમી જાય. મલગાપડી પાવડરમાં ઘી અથવા તલનું તેલ મેળવી તેને ચટણીની જેમ ઇડલી અને ઢોસા સાથે કે પછી ઉત્તાપા પર છાંટીને તેનો આનંદ મેળવી શકાય છે.જેની રીત પણ હું સાથે શેર કરું છું Nidhi Jay Vinda
More Recipes
ટિપ્પણીઓ (7)