ઈદડા (Idada Recipe In Gujarati)

#FFC3
#WEEK3
#ફૂડ ફેસ્ટિવલ1
#ઈદડા
#ચોખા - અડદ દાળ રેસીપી
ગુજરાતી લોકો ખાણી પીણી ના શોખીન હોય છે....અવનવી વાનગીઓ નો સ્વાદ માણે....કૂકપેડ તરફ થી સરસ થીમ મળે વાનગીઓ બનાવવા ની.....ફૂડ ફેસ્ટિવલ 1 માં, વીક 3 ની બધી જ થીમ સરસ...પણ 'ઈદડા ' ....મારા સાસુમા ના મનપસંદ તેમને મજા આવી,એનો મને આનંદ થયો....આભાર કૂકપેડ
ઈદડા (Idada Recipe In Gujarati)
#FFC3
#WEEK3
#ફૂડ ફેસ્ટિવલ1
#ઈદડા
#ચોખા - અડદ દાળ રેસીપી
ગુજરાતી લોકો ખાણી પીણી ના શોખીન હોય છે....અવનવી વાનગીઓ નો સ્વાદ માણે....કૂકપેડ તરફ થી સરસ થીમ મળે વાનગીઓ બનાવવા ની.....ફૂડ ફેસ્ટિવલ 1 માં, વીક 3 ની બધી જ થીમ સરસ...પણ 'ઈદડા ' ....મારા સાસુમા ના મનપસંદ તેમને મજા આવી,એનો મને આનંદ થયો....આભાર કૂકપેડ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પહોળા વાસણમાં ચોખા અને અડદ દાળ ને લો,પાણી વડે ત્રણેક વાર ધોઈ,પાણી માં પલાળીને આખી રાત કે ૭ થી ૮ કલાક માટે ઢાંકણ ઢાંકી ને રાખો.
- 2
૮ કલાક પછી કે સવારે દાળ - ચોખા માં થી 1/2 પાણી કાઢી લો અને બાકી નું 1/2 પાણી તેમાં જ રહેવા દો.
- 3
૧\૨ કપ જાડા પૌંઆ ને સાફ કરી ધોઈ ને પાંચ મિનિટ પલાળીને રાખો, પાંચ મિનિટ પછી નિતારી લો.
- 4
મિક્ષચર જાર માં થોડાં પલાળીને રાખેલ દાળ- ચોખા ને સાથે થોડું થોડું પાણી ઉમેરી ને રવા જેવું વાટી લો,પછી તેમાં પલાળીને રાખેલ પૌંઆ પણ ઉમેરી ને વાટી લો...આ રીતે બધા દાળ _ચોખા ને વાટી ડબ્બામાં ખીરું ઠાલવી લો.
- 5
ખીરા માં ખાંડ અને હીંગ ઉમેરી ને સરસ ભેળવી લો ને ડબ્બાં નું ઢાંકણ ઢાંકી ને રાખો.ગરમી માં પાંચ કલાક અને ઠંડી માં સાત થી આઠ કલાક રાખો.(આ ખીરું એકદમ હળવું અને ફોરુ થઈ ગયું છે..ખીરા ને ફ્રીજમાં સાતેક દિવસ સુધી સાચવી ને રાખી શકાય છે.)
- 6
૩ નંગ તીખાં મરચાં અને આદુ ના ટૂકડા ને પીસી લો.
- 7
બાઉલમાં બે કપ ખીરું(સપ્રમાણ પાતળું) લઈ,તેમાં આદુ-મરચાં ની તાજી(તરત જ બનાવેલી)પેસ્ટ,સ્વાદ મુજબ મીઠું ઉમેરી ને હલાવી લો.
- 8
ઢોકળિયાં માં પાણી મુકી ઉકળવા દો, પ્લેટ ને તેલ લગાવીને તેમાં રાખો.
- 9
સોડા - પાણી નું પાણી : વાટકી માં બે ચપટી ટાટા સોડા,૨ થી ૩ ચમચી પાણી ઉમેરી હલાવી ને પાણી બનાવો,(ઈદડા બાફવા મૂકો ત્યારે જ કરો).
- 10
હવે,બે કપ ખીરા માં આદુ-મરચાં ની વાટેલ પેસ્ટ ઉમેરો ને મીઠું ઉમેરી ને હળવાં હાથે મિક્ષ કરી લો પછી તેમાં તરત જ બનાવેલ સોડા નું પાણી ઉમેરી ને સરસ હળવાં હાથે ભેળવી ને પ્લેટ માં કાઢી,ઉપર થી મરી નો દરદરો ભૂકો અને લાલ મરચું (દેખાવ માટે) છાંટી ને ઉકળતાં પાણી માં રાખી, ઢોકળિયાં નું ઢાંકણ બંધ કરીને સાત મિનિટ માટે બાફી લો.
- 11
- 12
૭ મિનિટ પછી ઈદડા ચકાસો,સરસ બફાઈ ગયાં હશે,ગેસ બંધ કરી ને પાંચ મિનિટ સિજવા દો.
- 13
પછી તેની પર બે ચમચી શીંગ તેલ લગાવીને, મનગમતા આકાર માં કાપી લો.
આ રીતે જ બાકી ના ખીરા માં થી ઈદડા બનાવી લો. - 14
એકદમ પોચા રૂ જેવાં નરમ અને સફેદ દૂધ જેવા ને ઉપર મરી - લાલ મરચાં ની સુંદર છાંટ વાળા ઈદડા તૈયાર...
- 15
- 16
તૈયાર ઈદડા ને લીલી ચટણી સાથે સર્વ કરો.
- 17
નોંધ :
જયારે ઈદડા બનાવવાં હોય ત્યારે થોડું ખીરું લઈ(બે કપ નું માપ રાખો)તેમાં (૩ નંગ લીલાં તીખાં મરચાં ને ૧\૨ ટૂકડો આદુ ની તાજી જ પેસ્ટ બનાવવી ઉમેરવી. - 18
ઈદડા જયારે ઢોકળિયાં માં બાફવા રાખો ત્યારે જ નાની વાટકી માં બે ચપટી ટાટા સોડા ને ત્રણેક ચમચી પાણી ઉમેરી ઓગાળી ને પછી જ ખીરા માં ઉમેરો, ને હળવાં હાથે મિક્ષ કરવું ને તરત જ બફાવા રાખો.
- 19
ઈદડા માં ફકત થાળી પર મરી નો દરદરો ભૂકો જ ભભરાવીને બાફે છે...પણ મેં લાલ મરચું પણ ભભરાવ્યું છે...દેખાવ માટે...શેકેલા જીરાનો પાઉડર પણ સરસ સ્વાદ મા લાગે છે.
- 20
હીંગ, ખાંડ ઉમેરી ખીરું વાટી આથો લાવી ને ડબ્બામાં ભરી ને સાતેક દિવસ સુધી ફ્રીજમાં સાચવી શકાય.જયારે ઈદડા નું મન થાય ત્યારે જોઈતું ખીરું લઈ,બાકી નું પાછું ફ્રીજ માં મૂકી દો...ખીરા ને ઓરડા ના તાપમાને લાવી,ઉપર ની રીતે ઈદડા બનાવો.
- 21
ઈદડા ને સરખું તેલ,રાઈ, જીરું, લીલાં મરચાં, હીંગ અને તલ નો વઘાર કરી ને પણ ખાઈ શકાય.
Top Search in
Similar Recipes
-
ઈદડા (Idada Recipe In Gujarati)
#FFC3 : ઈદડાઆજે મેં Dinner સુરત ના ફેમશ ઈદડા બનાવ્યા જે એકદમ સોફ્ટ અને જાળીદાર બને છે. Sonal Modha -
-
ઈદડા (Idada Recipe in Gujarati)
#trend4#week4ઈદડા એ તળ્યા વગરનું બાફેલું ફરસાણ છે. સ્વાદમાં બહુ જ સરસ લાગે છે અને હેલ્ધી નાસ્તો છે. ઈડલી ના ખીરા માંથી ઇદડા બને છે. લીલી કોથમીરની ચટણી સાથે હોય તો ખુબ જ સરસ લાગે છે. ઉનાળાની સિઝનમાં કેરીના રસ સાથે પણ ઈદડા સ્વાદમાં ટેસ્ટી લાગે છે. Parul Patel -
કોર્ન મેથી ઈદડા (Corn Methi Idada Recipe In Gujarati)
#trend4ઈદડા ગુજરાત ની સ્પેશિયલ વાનગી છે જે બધા ના ઘરે બનતી હોઈ છે. સવાર ના નાસ્તા થી લઈ ને જમતી વખતે સાઈડ ડિશ તરીકે ઈદડા ગમે એ રીતે ખાઈ શકાય. આજે મે ઈદડા માં મકાઈ અને મેથી નું variation લાવી ને બનાવ્યા છે. આ ઈદડા લીલી ચટણી, કેચઅપ, લસણ ની ચટણી વગેરે સાથે ખાઈ શકાય છે. કોર્ન મેથી ઈદડા અપડાં સાદા ઈદડા કરતા કઈ અલગ અને નાના બાળકો માટે એક healthy ઓપ્શન પણ છે. Kunti Naik -
-
-
-
ઈદડા(Idada Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું ગુજરાતી ફરસાણ સ્વાદિષ્ટ ઈદડા. આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવામાં ખૂબ જ સરળ છે તો ચાલો આજ ની ઈદડા ની રેસીપી શરૂ કરીએ.#trend4#week4 Nayana Pandya -
-
ઇન્સ્ટન્ટ સુરતી ઈદડા (Instant Surti Idada Recipe In Gujarati)
સુરત ના ફેમસ છે ઈદડાઆવો જોઈએ કઈ રીતે બને છે#FFC3 chef Nidhi Bole -
-
-
-
ઈદડા (Idada Recipe In Gujarati)
#FFC3ગુજરાત ના લોકો નાસ્તાના શોખીન.અમે સફેદ અને પીળા ઢોકળાં અવારનવાર બનાવીએ. ક્યારેક સવારે નાસ્તામાં તો ક્યારેક રાત્રે ડીનરમા. સફેદ ઢોકળાં ને ઈદડા કહે છે.૩ વાટકી ચોખા અને ૧ વાટકી અડદ ના માપ મુજબ છે. Ankita Tank Parmar -
ઢોકળા અને ઈદડા (Dhokla Idada Recipe In Gujarati)
#FamPost-4 આ રેસીપી મારા દાદીજી સાસુ પાસે હું શીખી છું...દાદીજી દળવાની પત્થર ની ઘંટીમાં ઢોકળા નો લોટ હાથે દળી ને બનાવતા...હવે ઘંટી Antique piece બનીને રહી ગઈ છે ...મેં દાળચોખા પલાળી મિક્સર જારમાં પીસીને લીધા છે અને ઢોકળા - ઇદડા બનાવ્યા છે. Sudha Banjara Vasani -
ગરમાણો
#FFC1#WEEK1#ફૂડ ફેસ્ટિવલ#વિસરાતી વાનગી#વિન્ટર સ્પેશિયલપહેલા ના સમય માં આજે જેટલી વાનગી ઓ,ફાસ્ટ ફૂડ એવું કાંઈ હતું નહીં....ત્યારે આપણાં બધા ને ત્યાં સ્વાદિષ્ટ તો હોય જ પણ પૌષ્ટિકતા ના દ્રષ્ટિકોણથી પણ મહત્વ ધરાવતી વાનગીઓ બનાવી ને ....આનંદ અને સંતોષ થી,હોંશ થી બનાવતાં ને જમાડતા ....કૂકપેડ તરફ થી આ સરસ થીમ..વિસરાતી વાનગી...આપી તો આપણે ને અવનવી વિસરાતી વાનગીઓ ની જાણકારી મળી રહેશે.... શિયાળા ની કડકડતી ઠંડીમાં આ ગરમાગરમ 'ગરમાણો સ્વાદ માં ખૂબ જ સરસ....એટલે કે...સ્વાદિષ્ટ,પૌષ્ટિક અને મધુર મીઠો 'ગરમાણો' : વિસરાતી વાનગી બનાવો,પીવો અને પીવરાવો....ને.....વાહ...વાહ...મેળવો Krishna Dholakia -
-
-
-
ગુજરાતી ખાટા ઢોકળા(Gujarati khatta dhokla recipe in gujarati)
ટ્રેં ડિંગ રેસીપીWeek -2પોસ્ટ - 4 આખા વર્લ્ડ માં ગુજરાતી રસોઈ અને વાનગીઓ પ્રખ્યાત અને લોકપ્રિય છે...એમાંય ગુજરાતી ઢોકળા નું સ્થાન સૌથી ટોચ પર છે....ચોખા સાથે અડદ ની અથવા તુવેર ની અથવા ચણાની દાળ ને પીસીને ખીરું બને છે અને તેમાંથી સ્ટીમ કરીને ઢોકળા બનાવવામાં આવે છે જે બ્રેકફાસ્ટ...લંચ કે ડીનર...દરેક સમયે ઉપયોગ માં લઇ શકાય છે... Sudha Banjara Vasani -
રવા મેથી નાં ઈદડા (Rava Methi Idada Recipe In Gujarati)
#FFC3 ફૂડ ફેસ્ટિવલ ઈદડા... પલાડવાની કે વાટવાની ઝંઝટ વગર ઝટપટ બનતા રવા ના ખાટા ઈદડા. શિયાળામાં લીલી ભાજી ખૂબ પ્રમાણમાં બજાર માં મળતી હોય છે. આજે મેં લીલી મેથી ઉમેરી ઈદડા બનાવ્યા છે. સવારનાં નાસ્તા માં, સાંજે અથવા રાત્રે ડિનર માં સર્વ કરી શકો. Dipika Bhalla -
સુરતી ઈદડા (Surti Idada Recipe In Gujarati)
#FFC3(Week)#cookpadgujarati#Cookpadindia સુરતી ઈદડા વીથ સ્પાઇસી ચટણી Sneha Patel -
-
ઈદડા (Idada Recipe In Gujarati)
#FFC3#week3 ઈડલી ને એક નામ ઈદડા પણ છે.એ આથો નાખી ને કે તરત પણ બનાવી શકાય છે. Varsha Dave -
-
-
-
-
ઈદડા - સફેદ ઢોકળા (Idada - White Dhokla Recipe In Gujarati)
#FFC3 #week3#ફૂડફેસ્ટીવલ #ઈદડા #ઢોકળા #સફેદ_ઢોકળા#Idada #WhiteDhokla#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnap#Manisha_PureVeg_Treasure #LoveToCook_ServeWithLoveઈદડા - મરીવાળા સફેદ ઢોકળાઆ ઈદડા ગુજરાત માં ખૂબ જ પ્રખ્યાત છે . ઘણી જગ્યા એ , ખાસ કચ્છ માં સફેદ ઢોકળા નાં નામે ઓળખાય છે .ઢોકળા ની ઉપર મરી નો પાઉડર કે પછી અધકચરા મરી ભભરાવાય છે . ગરમાગરમ બાફેલા ઢોકળા ખાવાની ખૂબ જ મજા આવે છે .વઘાર કરીને પણ ખવાય છે . મરી વાળા સફેદ ઢોકળા Manisha Sampat -
ઈદડા (Idada Recipe In Gujarati)
#FFC3#ફુડ ફેસ્ટીવલ ૩ઈદડા અડદની દાળ અને ચોખા માંથી બનતા ઢોકળા છે. તેમાં વચ્ચે ગ્રીન ચટણી લગાવી સેન્ડવીચ ઢોકળા પણ બનાવી શકાય.ગુજરાતી ઓ નાં hot favorite ઢોકળાની variety એટલે ઈદડા.સ્ટીમ કરી બનાવેલું અને zero oil recipe ની category માં આવતી વાનગી..ડાયટીંગ કરતા લોકો માટે પણ ખૂબ સરસ option છે. ઈદડા એ ડિનરમાં, લંચમાં કે બ્રેક ફાસ્ટ માં ચાલે એવી વાનગી છે. Dr. Pushpa Dixit
More Recipes
ટિપ્પણીઓ (15)