ઇદડા (Idada Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
શેર કરો

ઘટકો

  1. 2 કપચોખા
  2. 1 કપઅડદ ની દાળ
  3. 1 કપપૌંઆ
  4. 2 ટી સ્પૂનખાંડ
  5. 1 ટી સ્પૂનહીંગ
  6. 1 ટી સ્પૂનઆદુ-મરચાં ની પેસ્ટ
  7. બેકીંગ સોડા જરૂર મુજબ
  8. મીઠું સ્વાદ મુજબ
  9. તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચોખા અને દાળ ને 3-4 વાર પાણી થી ધોઈ 8-10 કલાક પલાડી દેવી.

  2. 2

    પલડેલા દાળ ચોખા માંથી વધારાનું પાણી કાઢી લેવું. પૌંઆ ને ધોઈ ને નીતારી લેવા. હવે દાળ-ચોખા-પૌંઆ ને મિકસર જાર માં નાખી વાટી લેવું.

  3. 3

    હવે તેમાં ખાંડ અને હીંગ ઉમેરી 4-5 મિનિટ ફીણી ઢાંકણું ઢાંકી 7-8 કલાક આથો લાવવા મુકી રાખો.

  4. 4

    આથો આવી જાય એટલે એક વાર બરોબર મિક્સ કરી લેવું. 1 ટેબલ સ્પૂન મરી ને અધકચરા વાટી લેવા.

  5. 5

    હવે એક બાઉલમાં 2 કપ ખીરું લઈ તેમાં આદુ-મરચાં ની પેસ્ટ, મીઠું અને 2 ચપટી બેકીંગ સોડા ઉમેરી બરોબર મિક્સ કરી લો.

  6. 6

    હવે ગરમ કરવા મુકેલી ડીશ તેલ થી ગ્રીસ કરી તેમાં ખીરૂ પાથરી ઉપર મરી ભભરાવીને 8-10 મિનિટ માટે તેજ આંચ પર સ્ટીમ કરી લેવા.

  7. 7

    પછી તેના ઉપર 1 ટેબલ સ્પૂન તેલ લગાવીને કટ કરી ગ્રીન ચટણી સાથે સર્વ કરવા.

  8. 8
  9. 9
  10. 10

લિન્ક્ડ રેસિપિસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

Similar Recipes