ઈન્સટન્ટ કેસર ઠંડાઈ વીથ ઠંડાઈ મસાલા (Instant Kesar Thandai With Thandai Masala Recipe In Gujarati)

Vandana Darji
Vandana Darji @Vandanasfoodclub
Oman

#FFC7
#CookpadIndia
#Cookpadgujarati

હેપ્પી હોલી ઓલ કૂકપેડ ટીમ મેમ્બરસ.
ધણા સમય થી મેં રેસીપી નથી મુકી. તો આપણો સરસ તહેવાર આવી રહ્યો છે તો થયું કે આજે તો ટાઈમ કાઢી ને રેસીપી શેર કરવા દે. હોલી હોય અને ઘરમાં ઠંડાઈ ના બને એવુ તો બને જ નહીં. આમ તો ઠંડાઈ એ મહાશિવરાત્રી પર ભોલેનાથ ને ચઢવા માં આવતો પ્રસાદ છે. જેમાં ભાંગ પણ ઉમેરવામાં આવતી.પણ હવે આ સાદી ઠંડાઈ દરેક લોકો બનાવે છે કહેવાય છે કે હોલી માં લોકો ખૂબ મસ્તી અને મઝા કરીને છેલ્લા આ સરસ મઝાની ઠંડાઈ પીવે તો બધો થાક દૂર થઈ જાય છે. તો એવી જ ઠંડાઈ અને ઠંડાઈ નો મસાલો જે ખાલી 15 જ મિનિટ માં બની જાય એવી ઈન્સટન્ટ રેસીપી તમારી સાથે શેર કરું છું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 minit
6 સર્વિંગ્સ
  1. ઠંડાઈ મસાલા માટે :-
  2. 1/4 કપબદામ
  3. 1/4 કપકાજુ
  4. 1 ટેબલ સ્પૂનસુકી વરિયાળી
  5. 2 ટેબલ સ્પૂનસુકી ગુલાબની પાંદડી
  6. 1 ટેબલ સ્પૂનખસખસ
  7. 1 ટેબલ સ્પૂનમગજતરી
  8. 1 ટે સ્પૂનકાળા મરી
  9. 6-7 નંગએલાઈચી
  10. 7-8તાંતણા કેસરના
  11. ઠંડાઈ માટે :-
  12. 1લીટર દૂધ
  13. 1/2 કપખાંડ
  14. 1 કપમાટે 1 ટેબલ સ્પૂન ઠંડાઈ મસાલો
  15. 1 ટે સ્પૂનકેસર સીરપ
  16. ગુલાબ ની પાંદડી ગાનિૅશીંગ માટે
  17. કેસર
  18. 1 ટે સ્પૂનડ્રાયફ્રૂટ્સ

રાંધવાની સૂચનાઓ

15 minit
  1. 1

    ઠંડાઈ મસાલો બનાવવા માટે એક પેન માં મરી, વરિયાળી, મગજતરી, ખસખસ અને ઇલાયચી ને સ્લો ફ્લેમ પર 1 મિનિટ માટે રોસ્ટ કરો. ત્યારબાદ તેમાં કાજુ, બદામ ઉમેરી ને ફરી 1-2 મિનિટ રોસ્ટ કરો. સુગંધ આવે એટલે ગેસ બંધ કરી દો. હવે ઠંડુ થવા દો એન્ડ રૂમ ટેમ્પરેચર આવે એટલે તેમાં ગુલાબ ની પાંદડી તથા કેસર ઉમેરી મીકક્ષી માં લઇ ને પલ્સ મોડ માં વાટી લો. એકસાથે વાટવું નહીં નહીંતર ડ્રાયફ્રૂટ્સ માંથી તેલ છૂટું પડવાને કારણે મસાલો ડ્રાય નહીં બને અને મિકસી માં ચીપકી જાશે

  2. 2

    ઠંડાઈ નો મસાલો બનાવવા માટે ઉપર જે પ્રોસેસ બતાવી છે એમ ના કરવું હોય તો ડાયરેક્ટ પણ બધી વસ્તુ ભેગી કરી મિક્ક્ષી ને પલ્સ મોડ પર ફેરવી ને મસાલો બનાવી શકો છો. મેં બંને રીતે બનાવેલ છે અને બંને નું રિઝલ્ટ સેમ જ આવે છે.

  3. 3

    હવે આ હોમમેઇડ ઠંડાઈ પાઉડર ને તમે એક એરટાઈટ જારમાં ભરી ને 15 થી 20 દિવસ સુધી વાપરી શકો છો.

  4. 4

    કેસર ઠંડાઈ બનાવવા માટે એક પેનમાં દૂધને એક ઉભરો આવે ત્યા સુધી ગરમ કરો. એક બોઈલ આવે એટલે તેમા ખાંડ ઉમેરી ખાંડ પીગળે ત્યાં સુધી ફરી 5 મિનિટ ગરમ કરો પછી તેને ઠંડું થવા દો.

  5. 5

    દૂધ ઠંડુ પડે એટલે તમારે જેટલા કપ ઠંડાઈ બનાવી હોય એટલું દૂધ લઈ તેમાં કેસર સીરપ અને હોમમેઇડ ઠંડાઈ મસાલો ઉમેરી હલાવી લો. તો તૈયાર છે આપણી કેસર ઠંડાઈ.

  6. 6

    હવે આ ઠંડાઈ ને સૅવીંગ ગ્લાસ માં લઈ તેના પર ગુલાબ ની પાંદડી,કેસર તથા ડ્રાયફ્રૂટ્સ ભભરાવી ઠંડી ઠંડી ઠંડાઈ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vandana Darji
Vandana Darji @Vandanasfoodclub
પર
Oman
I loved cooking cooking is my passion
વધુ વાંચો

Similar Recipes