કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)

Mayuri Pancholi
Mayuri Pancholi @M85307mv
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. દાબેલીના પાવ
  2. 1/2 કિલોબટાકા
  3. 100 ગ્રામશેકેલી શીંગ
  4. 1 ચમચીલાલ મરચુ
  5. 1 ચમચીમરીનો ભૂકો
  6. ૪ ચમચીકચ્છી દાબેલી મસાલા
  7. 1/2 ચમચીદસેક વાટેલા લીલા મરચા
  8. તલનો ભૂકો
  9. 2 ચમચીકોથમીર
  10. 2 ચમચીવરિયાળી-
  11. 10 ગ્રામલીંબુનો રસ
  12. ખાંડ-
  13. 1 ચમચીઘી-
  14. જરૂરિયાત મુજબગોળ-
  15. સ્વાદાનુસાર જીરુ-
  16. 1 ચમચીડુંગળી ઝીણી સમારેલી
  17. 2 નંગદાડમ-
  18. ખાંડ સ્વાદાનુસાર
  19. 100 ગ્રામઝીણી સેવ,
  20. કેચઅપ અને સ્વાદાનુસાર મીઠું

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    બટેટાને બાફીને તેને છીણી કાઢો જેથી તેના માવામાં કોઈ ગઠ્ઠા ન રહી જાય. બટાકા બફાય ત્યાં સુધી સિંગને શેકીને તેના અડધા ફડચા થાય તે રીતે તેને ખાંડી કાઢો. સિંગને ગરમ તેલમાં નાંખી તેમાં મીઠું, મરચુ, મરી વગેરે મસાલો નાંખીને સાંતળી લો

  2. 2

    બટાટોનો માવો તૈયાર થઈ જાય એટલે તેમાં મરી, મરચુ, લીલા મરચા, તલનો ભૂકો, કોથમીર, કચ્છી દાબેલી મસાલો, લીંબુ ખાંડ, ગોળ વગેરે ઉપર સામગ્રીમાં જણાવ્યા મુજબનો બધો જ મસાલો નાંખો અને બટાકા મસળીને તેને બરાબર મિક્સ કરી લો.

  3. 3

    દાબેલીના બનને કાપીને તેમાં કોથમીર મરચાની લીલી ચટણી અને લસણની લિક્વિડ ચટણી લગાવો. ત્યાર પછી તેમાં બટેટાનું સ્ટફ ભરો. ત્યાર પછી ઉપરથી દાડમ, શેકેલી શીંગ, ઝીણી ડુંગળી વગેરે ભભરાવો. ઘી મૂકીને બનને બંને સાઈડ શેકો. દાબેલીને કેચઅપ કે ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mayuri Pancholi
Mayuri Pancholi @M85307mv
પર

Similar Recipes