મટકી પુલાવ(Matki pulao recipe in Gujarati)

Bina Mithani
Bina Mithani @MrsBina

#MAR
મટકી એટલે મઠ.જેમાં ફણગાવેલા મઠ નો ઉપયોગ કરી ને બનાવવામાં આવે છે.પ્રોટીન રીચ પુલાવ જે ફણગાવેલ હોવાંથી પચવામાં હલકું બને છે.

મટકી પુલાવ(Matki pulao recipe in Gujarati)

#MAR
મટકી એટલે મઠ.જેમાં ફણગાવેલા મઠ નો ઉપયોગ કરી ને બનાવવામાં આવે છે.પ્રોટીન રીચ પુલાવ જે ફણગાવેલ હોવાંથી પચવામાં હલકું બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1 1/2 કપબાસમતી (ભાત 85% રાંધેલો)
  2. 1/2 કપફણગાવેલ મઠ (રાધેલાં)
  3. વઘાર:
  4. 2 ચમચીતેલ
  5. 3-4 નંગલવિંગ
  6. ચપટીહીંગ
  7. 1-2 નંગલીલા મરચાં (સમારેલા)
  8. 1/2 ચમચીઆદું(સમારેલું)
  9. 1/4 કપસીમલા મરચાં (સમારેલા)
  10. 3/4 કપટામેટાં (સમારેલા)
  11. 1/4 કપલીલી ડુંગળી (સમારેલી)
  12. 1/4 ચમચીહળદર
  13. 1/4 ચમચીલાલ મરચું
  14. 1/2ચમચો ધાણા પાઉડર
  15. 1/4 કપકોથમીર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પેન માં તેલ ગરમ કરી તેમાં લવિંગ અને હીંગ નો વઘાર કરી લીલા મરચા, આદું ઉમેરી મિક્સ કરો બાદ સીમલા મરચાં,ટામેટા અને લીલી ડુંગળી ઉમેરી સોંતળો.

  2. 2

    તેમાં હળદર,લાલ મરચું અને ધાણા પાઉડર અને મટકી ઉમેરી મિક્સ કરો..ભાત અને 1/4 કપ પાણી ઉમેરી મિક્સ કરો.

  3. 3

    ઢાંકણ ઢાંકી 5 મીનીટ થવાં દો.બાદ કોથમીર નાખી મિક્સ કરો.

  4. 4

    દહીં સાથે ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

Similar Recipes