હર્બ પનીર વેજ પુલાવ (Herb Paneer Veg Pulao Recipe in Gujarati)

asharamparia
asharamparia @Asharamparia

#AM2

ફ્રેન્ડ્સ, પુલાવ એક પૌષ્ટિક આહાર છે જનરલી પુલાવ માં વિવિધ પ્રકારના શાકભાજી ઉમેરીને બનાવવામાં આવે છે . આજે મેં અહીં હર્બસ પનીર ઉમેરી ને પુલાવ ને વઘુ રીચ બનાવવા ની કોશિશ કરી છે. જેની રેસીપી નીચે આપેલ છે.

હર્બ પનીર વેજ પુલાવ (Herb Paneer Veg Pulao Recipe in Gujarati)

#AM2

ફ્રેન્ડ્સ, પુલાવ એક પૌષ્ટિક આહાર છે જનરલી પુલાવ માં વિવિધ પ્રકારના શાકભાજી ઉમેરીને બનાવવામાં આવે છે . આજે મેં અહીં હર્બસ પનીર ઉમેરી ને પુલાવ ને વઘુ રીચ બનાવવા ની કોશિશ કરી છે. જેની રેસીપી નીચે આપેલ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. બાઉલ ચોખા
  2. ૨૦૦ ગ્રામ હર્બસ પનીર (પનીર)
  3. સમારેલું બટાકા
  4. સમારેલું ગાજર
  5. સમારેલું કેપ્સીકમ
  6. નાનું સમારેલું ફ્લાવર
  7. /૨ કપ લીલાં વટાણા
  8. સમારેલી ડુંગળી
  9. ૪-૫ ચમચી તેલ
  10. ૧ ચમચીજીરું
  11. બાદીયુ
  12. તમાલપત્ર
  13. ૧૦ થી ૧૨ મરી
  14. સુકું લાલ મરચું
  15. તજ ના ટુકડા
  16. ૧/૪ ચમચીહિંગ
  17. સ્વાદ પ્રમાણેમીઠું
  18. ૨ ચમચીલાલ મરચું પાઉડર
  19. ૧/૨ ચમચીહળદર
  20. ૧ ચમચીકિચન કિંગ મસાલો, બિરિયાની મસાલો
  21. કોથમીર
  22. દાડમના દાણા ગાર્નિશ માટે
  23. તળેલા કાજુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચોખા વોશ કરી ૧૫ મિનિટ પાણી માં પલાળી રાખો. ત્યારબાદ એક મોટા તપેલામાં ૧૦ થી ૧૨ ગ્લાસ પાણી ગરમ કરવું પાણી માં ૪ થી ૫ લવિંગ ઉમેરી પાણી ઉકળે પછી ચોખા ઉમેરવા.ચોખા ૯૦% કુક થાય એટલે એક ચારણી માં કાઢી વઘારા નું પાણી દુર કરવું.

  2. 2

    તપેલામાં પાણી લઈ ૧ ચમચી મીઠું એડ કરી,બટાકા,ગાજર, ફ્લાવર ને 1/2 કુક કરી ને ચારણી માં નીતારી લેવાં.

  3. 3

    એક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું, લવિંગ, ૧૦ મરી, તજ, બાદિયુ, તમાલપત્ર, મરચું, નો વઘાર કરી હિંગ ઉમેરી ડુંગળી સાંતળો. ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય એટલે તેમાં લીલાં વટાણા, કેપ્સીકમ સાંતળો. ત્યારબાદ તેમાં 1/2 કુક કરેલા વેજીસ, પનીર ના પીસ, તળેલા કાજુ એડ કરો અને બીજા મસાલા ઉમેરો.

  4. 4

    ભાત ઉમેરી હળવા હાથે મિક્સ કરી લેવું

  5. 5

    સર્વિગ પ્લેટ માં પુલાવ સર્વ કરો ઉપર થી (ફ્રાઈડ અનિયન દાડમ નાં દાણાં ઓપ્શનલ), કોથમીર થી ગાર્નિશ કરીને રાઇતું, કઢી કે સુપ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
asharamparia
asharamparia @Asharamparia
પર

ટિપ્પણીઓ (13)

Similar Recipes