દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)

Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
Mumbai

#cooksnap theme
#flour
દાળ ઢોકળી એક પરંપરાગત ગુજરાતી રેસીપી છે. રાતના ભોજનમાં એક ડીશ બનાવવી હોય તો દાળ ઢોકળી બનાવાય. મુખ્ય સામગ્રી તુવેર ની દાળ અને ઘહું નો લોટ છે. ખાટી મીઠી મસાલેદાર બનાવવામાં આવે છે. સરળ અને પૌષ્ટિક નાના મોટા દરેક ને ભાવશે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩ વ્યક્તિ
  1. ૩/૪ કપ બાફેલી તુવેર ની દાળ
  2. ૬-૭ નંગ કોકમ
  3. ૫૦ ગ્રામ ગોળ
  4. ૧ & ૧/૨ નાની ચમચી મીઠું
  5. ૨ મોટી ચમચીશીંગદાણા
  6. ૪ કપપાણી
  7. વઘાર****
  8. ૨ મોટી ચમચીતેલ
  9. ૧ નાની ચમચીરાઈ
  10. ૧/૮ નાની ચમચી મેથી દાણા
  11. ૧/૪ નાની ચમચીહિંગ
  12. ૧/૮ નાની ચમચી હળદર
  13. ૧ નાની ચમચીલાલ મરચુ
  14. ૪ નંગ લવિંગ
  15. ૨ નંગ ટામેટા ક્રશ
  16. ઢોકળી****
  17. ૧ કપઘઉં નો લોટ
  18. ૨ નાની ચમચીતેલ
  19. ૧/૨ નાની ચમચીમીઠું
  20. ૧/૪ નાની ચમચીલાલ મરચુ
  21. ૧ ચપટીહળદર
  22. ૧/૪ નાની ચમચીઅજમો

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    બાફેલી દાળ ને વલોવી, ૪ કપ પાણી ઉમેરી, ગોળ, કોકમ, શીંગદાણા અને મીઠું ઉમેરી ગેસ પર ઉકળવા મુકો.

  2. 2

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો.એમાં રાઈ અને મેથી ઉમેરો. રાઈ તતડે એટલે હિંગ અને લવિંગ ઉમેરો. ટામેટા, હળદર અને લાલ મરચુ ઉમેરી, ટામેટા નરમ થાય એટલે વઘાર દાળ માં ઉમેરો. દાળને ધીમા તાપે ઉકળવા દો.

  3. 3

    ઢોકળી માટે લોટ માં બધી સામગ્રી ઉમેરી કણેક બાંધી લો. એક સરખા ૬ લુવા કરી પાતળી રોટલી વણી લો. રોટલી એક ની ઉપર એક મૂકો તો વચમાં થોડો લોટ ભભરાવવો જેથી રોટલી ચોંટે નહીં.

  4. 4
  5. 5

    હવે રોટલી ના ચોરસ કટકા કરી ઉકળતી દાળ માં ઉમેરો. દાળ ઉકળી ને થોડી જાડી થાય અને ઢોકળી ચઢી જાય એટલે ગેસ બંધ કરી દો.

  6. 6

    હવે ગરમ ગરમ દાળ ઢોકળી સર્વ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
પર
Mumbai

Similar Recipes