ઘૂઘરા (Ghughra Recipe In Gujarati)

Hetal Bhavsar
Hetal Bhavsar @Hetalll_34
શેર કરો

ઘટકો

  1. 1મેંદાનો લોટ
  2. ૩ નંગબાફેલા બટાકા
  3. 1/2 કપવટાણા
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. 1/2 ચમચીહળદર
  6. ૧ ચમચીગરમ મસાલા પાઉડર
  7. તેલ તળવા માટે
  8. 2 ચમચીખજૂર-આમલીની ચટણી
  9. 1 ચમચીલીલા મરચાની ચટણી
  10. 1/2 ચમચીલસણની ચટણી
  11. 1 ચમચીમસાલા શીંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પ્રથમ મેંદો લઈ તેમાં 3 ચમચી તેલ ઉમેરો સ્વાદમુજબ મીઠું ઉમેરો

  2. 2

    બરાબર મિક્સ કરી જરૂર મુજબ પાણી લઇ લોટ બાંધો

  3. 3

    હવે બાફેલા બટાકા લઈ તેને મેશ કરી અંદર મીઠું હળદર અને ગરમ મસાલો ઉમેરો

  4. 4

    અંદર વટાણા બાફીને ઉમેરવા, બધુ બરાબર મિક્સ કરવું

  5. 5

    હવે લોટ ની કડક લઇ તેમાંથી નાનો લુઓ બનાવો તેમાંથી નાની પૂરી બનાવી વચ્ચે સ્ટફિંગ ભરવું પછી તેને વાળી ઘૂઘરા નો શેપ આપો

  6. 6

    તેલ ગરમ કરી ધીમા તાપે બ્રાઉન થાય ત્યાં સુધી તળવા હવે ઘુઘરા ઉપર ગળી ચટણી મરચાં ની ચટણી અને લસણની ચટણી નાખી મસાલા શીંગ ભભરાવી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Bhavsar
Hetal Bhavsar @Hetalll_34
પર

ટિપ્પણીઓ

Similar Recipes