ઘૂઘરા (Ghughra Recipe in Gujarati)

Alpa Chotai
Alpa Chotai @cook_26584004
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામમેંદાનો લોટ
  2. જરૂરિયાત મુજબ પાણી
  3. 3-4 ચમચીતેલ
  4. 500 ગ્રામબાફેલા બટાકા
  5. 100 ગ્રામબાફેલા વટાણા
  6. 2-3 નંગસમારેલી ડુંગળી
  7. 1 ચમચીહળદર
  8. રાઈ - જીરું
  9. 1/2 ચમચીગરમ મસાલો
  10. સ્વાદ મુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઉપર મુજબની બધી વસ્તુઓ લો.

  2. 2

    એક કળાઈ લો. તેમાં તેલ ઉમેરો અને તેલને ગરમ થવા દો. હવે તેમાં સમારેલી ડુંગળી ઉમેરો.

  3. 3

    હવે ત્રણ - ચાર મિનિટ ડુંગળી સોતરાવા ત્યાર બાદ તેમાં બાફેલા બટાકા, બાફેલા વટાણા, સ્વાદ પ્રમાણે મીઠું, 1/2 ચમચી ગરમ મસાલો, 1 ચમચી હળદર પાઉડર ઉમેરો અને તેને સરખી રીતે મિક્સ કરો.

  4. 4

    હવે લોટ બાંધવા માટે 250 ગ્રામ મેંદાનો લોટ, સ્વાદ પ્રમાણે મીઠું, જરૂરિયાત મુજબ પાણી, તેલ, જીરા પાઉડર ઉમેરો અને નહીં કડક કે નહીં નરમ એવો લોટ બાંધો.

  5. 5

    લોટના નાના ટુકડા કરી, ગોળ આકારમાં વણી લો. તેને ઘૂઘરાના મશીનમા મુકી તેમાં તૈયાર કરેલ બટાકા નું સ્ટફિંગ ભરો અને ઘૂઘરા બનાવો.

  6. 6

    હવે આવી રીતે બધા ઘૂઘરા તૈયાર કરી બધા ઘૂઘરાને છાપાં પર 1 કલાક સૂકવવા રાખો.

  7. 7

    1 કલાક બાદ હવે આ ઘૂઘરા સુકાઈ ગયા છે.

  8. 8

    હવે આ ઘૂઘરા ને ગેસના ધીમાં તાપ પર તળી લો.

  9. 9

    લો તૈયાર છે આપણા સ્વાદિષ્ટ ઘૂઘરા, આપણે તેને અલગ અલગ ચટણી, મસાલાવાળા શીંગ દાણા, ડુંગળી, સેવ સાથે પીરસી શકીએ છીએ.

  10. 10

    #tasty #fastfood #delicious food

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Alpa Chotai
Alpa Chotai @cook_26584004
પર

ટિપ્પણીઓ

Similar Recipes