ખારેક નો હલવો (Kharek Halwa Recipe In Gujarati)

Jyoti Joshi
Jyoti Joshi @Jyoti1982

ખારેક એ ચોમાસા માં મળતું ફળ છે. ખારેક પોષક તત્વો થી ભરપૂર છે. અહીં મેં ખારેક ના ઉપયોગ થી હલવો બનાવ્યો છે.

ખારેક નો હલવો (Kharek Halwa Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

ખારેક એ ચોમાસા માં મળતું ફળ છે. ખારેક પોષક તત્વો થી ભરપૂર છે. અહીં મેં ખારેક ના ઉપયોગ થી હલવો બનાવ્યો છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ્સ
4 લોકો
  1. 500 ગ્રામપીળી ખારેક
  2. 1 ટેબલસ્પૂનઘી
  3. 1 કપદૂધ
  4. 1 ટેબલસ્પૂનમલાઈ
  5. 4 ટેબલસ્પૂનખાંડ
  6. 4 નંગબદામ
  7. 4 નંગકાજુ
  8. 8 નંગકિસમિસ
  9. 1/4 ટી સ્પૂનઈલાયચી પાઉડર
  10. 7-8તાંતણા કેસર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ્સ
  1. 1

    ખારેકને ધોઈ લૂછી બી કાઢી ટુકડા કરી લેવા. ત્યારબાદ મિક્સર માં અધકચરી ક્રશ કરી લો.

  2. 2

    હવે કઢાઈમાં ઘી લઇ ગરમ કરો. ઘી ગરમ થાય એટલે ક્રશ કરેલી ખારેક ઉમેરી સાંતળો. ત્યારબાદ મલાઈ અને દૂધ ઉમેરી હલાવો.

  3. 3

    કેસર ના તાંતણા ને દૂધ માં પલાળી એ દૂધ પણ ઉમેરો. હવે ખાંડ ઉમેરી હલાવતા રહો.

  4. 4

    કાજુ, બદામ, કિસમિસ, ઈલાયચી પાઉડર ઉમેરી મિક્સ કરી લો. ઘી છૂટું પડે એટલે ગેસ બંધ કરો. હલવો થોડો ઠંડો થાય એટલે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyoti Joshi
Jyoti Joshi @Jyoti1982
પર
i love cooking. it makes me happy.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes