નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)

Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83

નાયલોન ખમણ એ ગુજરાતી ચટાકેદાર વાનગી છે જે સ્પૉન્જી, હલકી અને ભેજવાળી છે. તે સારી રીતે સંતુલિત ખારા, મીઠા અને ખાટા સ્વાદની સાથે લીલા મરચાનો થોડી મસાલેદાર સ્વાદ ધરાવે છે. તે બાફેલી વાનગી છે અને તેમાં બહુ ઓછા ઘટકોની જરૂર પડે છે. ઘટકોની સંપૂર્ણ માત્રાને માપવું એ જ નાયલોન ખમણ ની સફળતાની ચાવી છે.તેને
નાયલોન ખમણ કદાચ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે તે નાયલોનની જેમ હળવા હોય છે.નાયલોન ખમણની લોકપ્રિયતા ગુજરાત અને ભારતની સીમાઓ વટાવી ગઈ છે. તે ઘણીવાર ભૂલથી ઢોકળા સાથે ભળી જાય છે.ખમણ અને ઢોકળા સમાન દેખાય છે કારણ કે તે બંને ચણાના લોટમાંથી જ બનેલા છે અને બનાવવાની પ્રક્રિયા પણ સમાન છે. જો કે, આ બંને વાનગીઓ સ્વાદ અને રચનાની દ્રષ્ટિએ સંપૂર્ણપણે અલગ છે.
#cookpadindia
#cookpadgujarati

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
બધા જ
  1. 1વાટકો બેસન
  2. 4 ચમચીખાંડ
  3. ચપટીહળદર
  4. 1 ચમચીઆદુ-મરચાની પેસ્ટ
  5. 1 ચમચીઈનો ફ્રુટ સોલ્ટ
  6. સ્વાદ અનુસારમીઠું
  7. 1 ચમચીતેલ
  8. 1/2 ચમચી લીંબુ ના ફૂલ
  9. વઘાર માટે : ત્રણ ચમચી તેલ
  10. 1 ચમચીરાઈ
  11. 2લીલા મરચા સમારેલા
  12. 1ડાળખી મીઠા લીમડાના પાન
  13. ઝીણી સમારેલી કોથમીર
  14. ખાંડનું પાણી બનાવવા માટે :
  15. 1/2વાટકી પાણી
  16. ચપટીલીંબુ ના ફૂલ
  17. 2 (3 ચમચી)ખાંડ
  18. સહેજ મીઠું

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક પહોળા વાસણમાં ચણાના લોટને ચાળી તેમાં લીંબુના ફૂલ મીઠું હળદર ખાંડ આદુ મરચાની પેસ્ટ તેલ બધું ઉમેરી થોડું થોડું પાણી ઉમેરી ખીરું તૈયાર કરી લો.

  2. 2

    હવે 1/2વાટકી પાણી લઈ તેમાં જણાવેલી વસ્તુઓ ઉમેરી ખાંડનું પાણી તૈયાર કરી લો

  3. 3

    હવે ગેસ પર ઢોકળીયુ ગરમ કરવા મૂકી તેમાં જે વાસણમાં ઢોકળું મૂકવાનું હોય તેને તેલથી ગ્રીસ કરી વરાળમાં ગરમ કરવા મૂકી દો પાણી ગરમ થાય એટલે તૈયાર ખીરામાં એનો ઉમેરી 1/2 ચમચી પાણી નાખી એક્ટિવ કરી તેને એક તરફ હળવા હાથે ફેરવી તરત જ રાખેલ વાસણમાં ઠાલવી દો.અને સહેજ ટેપ કરી ઢાંકીને પાંચથી દસ મિનિટ સુધી ચડવા દો.પછી અણી વાળા ચપ્પુની મદદથી તૈયાર થયું કે નહીં તે ચેક કરી લો.

  4. 4

    તૈયાર ખમણ થોડું ઠંડુ થાય એટલે તેમાં કાપા પાડી તૈયાર કરેલું ખાંડનું પાણી છાંટી દો હવે વઘારીયામાં તેલ ગરમ મૂકી રાઈ લીલા મરચા મીઠા લીમડાનો વઘાર કરી અને ઢોકળા પર છાંટી દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83
પર
If you think well, you cook well.😘🍱🍜☕🍹🍨🍢🥘
વધુ વાંચો

Similar Recipes