અમેરિકન મકાઈનો ચેવડો (American Makai Chevdo Recipe In Gujarati)

Meghana N. Shah
Meghana N. Shah @Hitu28
Ahmedabad

વરસાદની સિઝનમાં મકાઈનો ચેવડો ખાવાની ખૂબ જ મજા આવે છે અમારા ઘરે બધાને બહુ જ ભાવે છે એટલે મેં તમારી સાથે શેર કરી છે

અમેરિકન મકાઈનો ચેવડો (American Makai Chevdo Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

વરસાદની સિઝનમાં મકાઈનો ચેવડો ખાવાની ખૂબ જ મજા આવે છે અમારા ઘરે બધાને બહુ જ ભાવે છે એટલે મેં તમારી સાથે શેર કરી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 minutes
4 to 5 person
  1. 2 કિલોઅમેરિકન મકાઈ
  2. 1 લીટરદૂધ
  3. લીલા આદુ-મરચા
  4. મીઠા લીમડાના પાન
  5. 1/2 ચમચીહળદર
  6. 1/2 ચમચીરાઈ
  7. હિંગ ચપટી
  8. કોથમીર
  9. દાડમના દાણા

રાંધવાની સૂચનાઓ

30 minutes
  1. 1

    સૌપ્રથમ મકાઈ સાફ કરી લેવી

  2. 2

    ત્યારબાદ મકાઈને છીણીની મદદથી છીણી લેવી

  3. 3

    એક કડાઈમાં તેલ મૂકી રાઈ હિંગ આદુ મરચાં મીઠા લીમડાના પાન મૂકીને વઘાર કરવો

  4. 4

    ત્યારબાદ તેમાં છીણેલી મકાઈ એડ કરીને સાંતળી લેવું તેમાં હળદર અને મીઠું એડ કરવું

  5. 5

    શેકાઈ બાદ તેમાં દૂધ એડ કરવું

  6. 6

    દૂધ એડ કર્યા પછી ઢાંકીને તેને થોડીવાર ચડવા દેવું

  7. 7

    ત્યારબાદ તેમાં જરૂર પ્રમાણે ખાંડ કરવી

  8. 8

    બરાબર મિક્સ કરી લેવું

  9. 9

    તો તૈયાર છે ટેસ્ટી એવો અમેરિકન મકાઈનો ચેવડો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Meghana N. Shah
પર
Ahmedabad

Similar Recipes