મકાઈનો ચેવડો (Makai no chevdo recipe in Gujarati)

મકાઈનો ચેવડો એ એક ખૂબ જ ઝટપટ બની જતી સ્વાદિષ્ટ વાનગી છે. એ નાસ્તામાં બનાવી શકાય અથવા તો લાઈટ લંચ કે ડિનર તરીકે પણ લઈ શકાય. આ ચેવડાની ઉપર સેવ, મમરા અથવા તો સુકો ચેવડો ઉમેરીને ખાવાથી એનો સ્વાદ વધી જાય છે.
મકાઈનો ચેવડો (Makai no chevdo recipe in Gujarati)
મકાઈનો ચેવડો એ એક ખૂબ જ ઝટપટ બની જતી સ્વાદિષ્ટ વાનગી છે. એ નાસ્તામાં બનાવી શકાય અથવા તો લાઈટ લંચ કે ડિનર તરીકે પણ લઈ શકાય. આ ચેવડાની ઉપર સેવ, મમરા અથવા તો સુકો ચેવડો ઉમેરીને ખાવાથી એનો સ્વાદ વધી જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
મકાઈ ને ધોઈ ને છીણી લેવી. તેમાં મકાઈના દાણા મિક્સ કરી લેવા. હવે તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ, હળદર, લીલા ધાણા, મીઠું અને તલ મિક્સ કરી બરાબર હલાવી લેવું
- 2
એક વાસણમાં તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખવી. રાઈ ફૂટે એટલે તેમાં જીરૂં, હિંગ અને કરી પત્તા એડ કરવા. હવે તેમાં તૈયાર કરેલું મકાઈ નું મિશ્રણ ઉમેરી દેવું. બધું બરાબર હલાવીને ધીમા તાપે ચડવા દેવું. એમાં એક કપ પાણી ઉમેરીને એને ઢાંકીને 10 મિનીટ સુધી ચઢવા દેવું. વચ્ચે વારંવાર હલાવતા રહેવું કે જેથી ચેવડો વાસણના તળિયે ચોંટી ના જાય.
- 3
10 થી 15 મિનિટમાં મકાઈનો ચેવડો બનીને તૈયાર થઇ જાય છે. ચેવડા ને લીંબુના રસ અને સેવ ની સાથે ગરમાગરમ પીરસો.
Similar Recipes
-
અમેરિકન મકાઈ નો ચેવડો (American Makai Chevdo Recipe In Gujarati)
અમેરિકન મકાઈ નો ચેવડો અથવા છીનો Sejal Pandya -
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
કૉર્ન એટલે કે મકાઈમાં શરીરના પોષણ માટે જરુરી દરેક પ્રકારના મિનરલ્સ હોય છે. મકાઈ જેવા હેલ્ધી ફૂડને તમે બ્રેકફાસ્ટ, લંધ અને ડિનર સિવાય નાસ્તા તરીકે પણ ખાઈ શકો છો. મકાઈમાં રહેલા એન્ટી-ઓક્સિડેન્ટ્સ અને ફ્લેવેનૉઈડ તત્વોને કારણે આ કેન્સર જેવી ખતરનાક બીમારીના ખતરાને પણ ઓછો કરે છે.મકાઈના ડોડા છીણી બનાવેલ આ ચેવડો બાળકોને નાસ્તામાં આપવા માટે ઉત્તમ છે. Urmi Desai -
વઘારેલો રોટલો (Vagharelo rotlo recipe in Gujarati)
બાજરી એક સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક પાક નો પ્રકાર છે જેમાં થી રોટલા બનાવવામાં આવે છે. વઘારેલો રોટલો એક સ્વાદિષ્ટ બ્રેકફાસ્ટ રેસિપી છે જે વધેલા રોટલા માંથી બનાવવામાં આવે છે. હું હંમેશા વધારે બાજરાના રોટલા બનાવું છું જેથી કરીને બીજે દિવસે સવારે આ સ્વાદિષ્ટ નાસ્તો બનાવી શકાય. બાજરીનો રોટલો દહીં નાખીને અથવા તો કોરો પણ વધારી શકાય. મેં અહીંયા દહીંનો ઉપયોગ કરીને બાજરીનો વઘારેલો રોટલો બનાવે છે. આ ડિશ સાઈડ ડિશ તરીકે, નાસ્તામાં અથવા તો લાઈટ ભોજન તરીકે પણ લઈ શકાય.#LO#cookpadindia#cookpad_gu spicequeen -
લીલી મકાઈનો ચેવડો (Lili Makai Chevda Recipe In Gujarati)
લીલી મકાઈનો ચેવડો લગભગ નાના મોટા સહુને ભાવતી વાનગી છે.આ ચેવડો પૌષ્ટિક તેમજ સ્વાદિષ્ટ છે. એને બનાવવા માટે સમય પણ ઓછો જોઈએ છે. સાંજ ની હલકી ફૂલકી ભૂખ માટે આ ઉત્તમ વાનગી છે.આ ચટપટી ચેવડો ઈન્દોરમાં સ્ટ્રીટ ફૂડ તરીકે પ્રખ્યાત છે.આ ચેવડો ઠંડો અથવા ગરમ બંને સારા લાગે છે.#GA4#Week8 Vibha Mahendra Champaneri -
મકાઈનો ચેવડો(recipe in Gujarati Makay no chevdo)
#સ્નેકસ#માઇઇબુક રેસિપીપોસ્ટ- 1મકાઈનો ચેવડો એકદમ ઝડપથી અને સહેલાઈથી બની જતો હળવો નાસ્તો છે. Pinal Naik -
બાજરીનો ખાટો લોટ (Bajari no khato lot recipe in Gujarati)
બાજરીનો ખાટો લોટ એ ખૂબ જ સાદો સરળ અને સ્વાદિષ્ટ નાસ્તો છે. આ એક ઝટપટ બનતી અને હેલ્ધી રેસિપી છે. આપણે એને પસંદગી મુજબ ઢીલો અથવા પાપડી ના લોટ જેવો રાખી શકીએ.#સુપરશેફ2#પોસ્ટ6 spicequeen -
-
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
#MRC ચોમાસામાં ખાવાની મજા આવે એવો ટેસ્ટી અને ચટપટો મકાઈનો ચેવડો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Kala Ramoliya -
ફરા (Farra recipe in Gujarati)
ફરા એક છત્તીસગઢ ની વાનગી છે જે નાસ્તા તરીકે ખાવામાં આવે છે. ફરા ભાત, ચોખાના લોટ અને મસાલા માંથી બનાવવામાં આવે છે. એકદમ ઓછા તેલ થી બનતી આ એક ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ રેસીપી છે જે ખૂબ જ ઝડપથી બની જાય છે. એનો સ્વાદ ગુજરાત ની વાનગી પાપડી ના લોટ સાથે ઘણા પ્રમાણમાં મળતો આવે છે.#વેસ્ટ#પોસ્ટ8#india2020#post4 spicequeen -
કોર્નફ્લેક્સ ચેવડો (Cornflakes Chevdo Recipe In Gujarati)
કોર્નફ્લેક્સ ચેવડો બીજા બધા ચેવડા કરતા હેલ્ધી છે જે કોર્નફ્લેક્સ, મમરા, બટાકાની કાતરી, ચણાદાળ, મગ, શીંગદાણા અને સુકામેવા માંથી બનાવવામાં આવે છે. સ્વાદિષ્ટ અને હેલ્ધી એવો આ ચેવડો દિવાળી સમયે બનાવી શકાય એવો એક પરફેક્ટ નાસ્તો છે.#કૂકબુક#પોસ્ટ3 spicequeen -
મકાઈ નો લીલો ચેવડો (Makai Lilo Chevdo Recipe In Gujarati)
મધ્ય પ્રદેશની વાનગી.. ખૂબ સરસ લાગે છે જરૂર થી ટ્રાય કરશો.ભુટ્ટે કા કીસ (મકાઈનો લીલો ચેવડો) Dr. Pushpa Dixit -
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
#childhood#cookpadindia#cookpadgujaratiઅમે નાના હતા ત્યારથી મમ્મી રેગ્યુલર મકાઈનો ચેવડો બનાવતા.આજે પણ તે એટલો જ સરસ બનાવે છે. મેં પણ તેની રેસિપી ફોલો કરીને મકાઈનો ચેવડો બનાવ્યો છે. Unnati Desai -
મકાઈનો ચેવડો (Makai No chevado Recipe In Gujarati)
મકાઈ નો ચેવડો મારો ખુબ જ પિ્ય છે.તરત બની જાય છે ઓછા તેલ અને ઓછા મસાલા થી ખુબ જલદી બની જાય છે. Mosmi Desai -
ઈદડા (Idada Recipe In Gujarati)
#MRCચોખા અને અડદની દાળ ઉમેરીને બનતા આ સફેદ ઈદડા બાળકોને ખૂબ પ્રિય હોય છે અને પચવામાં પણ સરળ છે.જે સવારના સમયે નાસ્તા માટે અથવા સાંજના સમયે નાનકડી ભૂખ લાગે ત્યારે બનાવી શકાય છે. Urmi Desai -
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
મકાઈ નો ચેવડો એ આમ તો પંચમહાલ બાજુ ની વાનગી છે પણ હવે આખા ગુજરાતમાં પ્રસિદ્ધિ પામી છે. ચોમાસા ની ઋતુ માં તાજી મકાઈ લાવી છીણી ને બનાવામાં આવતો ચેવડો કે મકાઈ નો દાણો ખાવાની મજા જ કઈ જૂદી છે. મકાઈ ના ચેવડા માટે અમેરિકન કે દેશી મકાઈ લઈ શકાય. Dhaval Chauhan -
ચેવડો(Chevdo Recipe in Gujarati)
મમરા પૌઆ નો ચેવડો ,પૌઆ નો ચેવડો ,મિક્સ કઠોળ નો ચેવડો એમ ઘણા ચેવડા બનાવી શકાય છે .મેં મિક્સ પાપડ ચેવડો બનાવ્યો છે .#કૂકબુક#Post 3 Rekha Ramchandani -
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
#FM મકાઈ નો ચેવડો બનાવવા માં ખુબજ સરળ છે, ખાવામાં એટલોજ સ્વાદીષ્ટ લાગે છે.મકાઇ માં ઘણા વિટામિન હોય છે તો એનો ભરપુર ઉપયોગ કરવો જોઈએ. Dabgar Rajeshwari -
-
-
લીલી મકાઈ નો ચેવડો(Lili makai no chevdo recipe in Gujarati)
# માઇઇબુક## પોસ્ટ ૨૭#મકાઈ બારેમાસ મળે છે, પણ ચોમાસા માં મકાઈ અને તેમાથી બનેલી વાનગી ખાવા ની મજા જ અલગ છે. મકાઈ નો ચેવડો ગુજરાતીની પરંપરાગત મનપસંદ વાનગી છે. મકાઈ માં વિટામિન B, ફોલીક એસીડ અને આયનૅ હોય છે, જે આપણા શરીરમાં લાલ રકત કણ વધારે છે. મકાઈ નો ચેવડો ઠંડો અને ગરમ બંને સારા લાગે છે. મકાઈ નો ચેવડો ટીફીન અથવા સાંજની રસોઈ માં બનાવી શકાય. નીલમ પટેલ (Neelam Patel) -
વાટી દાળના ખમણ (Vati Dal Na Khaman Recipe In Gujarati)
#વેસ્ટ#પોસ્ટ6વાટી દાળના ખમણ એ ગુજરાતનો ખુબ જ પ્રસિદ્ધ અને લોકપ્રિય નાસ્તો છે. ફક્ત ચણાની દાળમાંથી બનાવવામાં આવતા ખમણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ ખમણ ને તળેલા લીલા મરચાં અને કાંદા સાથે ખાવામાં આવે તો એનો સ્વાદ અનેક ગણો વધી જાય છે. spicequeen -
-
-
કપુરીયા (Kapureeya Recipe in Gujarati)
આ એક વિસરાતી જતી વાનગી છે જે આપણા બાળકો માટે એકદમ નવીન પ્રકારની વાનગી છે.જે નાસ્તા માટે અથવા સાંજે ખાવામાં પણ બનાવી શકાય છે.લીલું લસણ,તુવેરના દાણા અને મિક્સ લોટ વડે ફટાફટ બની જાય એવી વાનગી છે. આજે આ વાનગી બનાવી તો મારી દીકરી બોલી કે આ તો મેંદુવડા નહિ નહિ ડોનટ્સ બનાવ્યા.પણ એણે પ્રેમથી ખાધા. Urmi Desai -
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
#DFTદિવાળીનાં નાસ્તામાં બનાવ્યો છે. એમ પણ વર્ષમાં ઘણી વાર ડબામાં લઈ જવા બનાઉં.. ખાબ જ સરસ લાગતો ચેવડો. Dr. Pushpa Dixit -
મકાઈનો રોટલો અને ગુજરાતી દાળ (Makai No Rotalo Ane Gujarati Dal)
#વેસ્ટ#માઇઇબુક#પોસ્ટ_૩૯મારી મમ્મી આ વાનગી બહુ જ બનાવે અમારા માટે. દાળ તો બને જ રોજ એટલે રોટલી ન ખાવી હોય ત્યારે મકાઈના રોટલા જ બને. અને એ ખાવાની તો મજા પડી જાયગુજરાતી થઈને ગુજરાતી વાનગી મુકવાનો આનંદ જ કંઈક અલગ હોય છે...મકાઈનો રોટલો અને ગુજરાતી દાળ પંચમહાલ બાજુ વધારે બનતી વાનગી છે.ખાટી મીઠી ગુજરાતી દાળ અને મકાઈનો રોટલો ચોળીને ખાવાનો હોય છે . જે ખૂબ જ હેલ્ધી છે અને ખાવામાં પણ સ્વાદિષ્ટ લાગે છે. પચવામાં પણ સહેલો અને બાળકો માટે તો ઉત્તમ. Khyati's Kitchen -
સાબુદાણાના પૌવાનો ચેવડો (Farali recipe)
#ઉપવાસઆ સાબુદાણાના પૌવાનો ચેવડો ઉપવાસમાં ભૂખ લાગે ત્યારે વેફર અથવા ચિપ્સના બદલે સવારે અથવા સાંજે નાસ્તામાં લઈ શકાય છે. Kashmira Bhuva -
-
-
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
#DTR મકાઈનો ચેવડો ખાવા માં હલકો ને મોજ આવે ખાવા ની....આજ મેં મકાઈ નો ચેવડો બનાવિયો Harsha Gohil
More Recipes
ટિપ્પણીઓ