પનીર ખીર (વ્રત સ્પેશ્યલ)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

#FDS
#SJR
#RB18
આ પ્રોટીન રીચ ખીર બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. નવરાત્રિ ,દિવાળી અને હોળી માં આ ખીર ખાસ કરીને બનાવમાં આવે છે. પનીર ખીર , પ્રસાદ માં પણ ધરાવાય છે. આ ખીર બહુ જ ઝડપ થી બની જાય છે એટલે તહેવાર માટે ખાસ કરીને બનાવાય છે.

આ પનીર ખીર , હું મારી ફ્રેંડ પિનલ પટેલ ને dedicate કરું છું. એમપણ પિનલ ગલ્કુડી છે.એને ગળયું બહુ જ ભાવે છે તો ચોક્કસ એને આ ખીર ગમશે જ.પિનલ , તારા માટે જ મેં આ રેસીપી મુકી છે , તો ચોક્કસ ટ્રાય કરજે.એ વ્રત કરતી જ હોય છે, તો ઉપવાસ માં એને આ રેસિપી કામ માં આવશે.
Cooksnap @dollopsbydipa

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

19 મિનીટ
4 સર્વ
  1. 1 કપછીણેલુ પનીર
  2. 3 કપફુલ ફેટ દૂધ
  3. 5 ટે. સ્પૂન સાકર
  4. 1 ટે સ્પૂનબદામ ની કતરણ
  5. 1 ટે સ્પૂનપીસ્તા ની કતરણ
  6. 1 ટે સ્પૂનકાજુ ના ટુકડા
  7. 1/2 ટી સ્પૂનઇલાયચી નો પાઉડર
  8. ગાર્નિશ માટે :
  9. બદામ- પિસ્તા ની કતરણ
  10. કેસર ના તાંતણા

રાંધવાની સૂચનાઓ

19 મિનીટ
  1. 1

    એક નોન સ્ટીક પેન માં દૂધ ગરમ કરવા મુકવું. 1 ઉભરો આવે એટલે ગેસ ધીમો કરી, 5-7 મીનીટ દૂધ ને ઉકાળવું.

  2. 2

    પછી અંદર સાકર નાંખી મીકસ કરી 5 મીનીટ ઉકાળવું.

  3. 3

    બદામ- પિસ્તા- કાજુ નાંખી મીકસ કરવું. કેસર ના તાંતણા નાંખી 2 મીનીટ કુક કરવું. પનીર નાંખી 5 મીનીટ ઉકાળવું.

  4. 4

    છેલ્લે સર્વિંગ બાઉલ માં પનીર ખીર કાઢીને સર્વ કરવી. આ ખીર, ગરમ અને ઠંડી, બંને સારી લાગે છે. તો તૈયાર છે વ્રત સ્પેશ્યલ ----- પનીર ખીર.

લિન્ક્ડ રેસિપિસ

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

Similar Recipes