બટાકા ની સૂકી ભાજી

Nidhi Vyas
Nidhi Vyas @nidhi_0608

#RB9 બટાકા ની સૂકી ભાજી બધા જ લોકો માં ફેવરિટ છે.મોટા ભાગે આ ડીશ ફરાળ માં સૌ થી વધુ બને છે.કાર્બોહાઈડ્રેટ થી ભરપુર બટાકા શક્તિ વર્ધક ગણાય છે..તેની બધી જ વાનગીઓ લોકો માં ખૂબ જ પ્રિય રહેલી છે .

બટાકા ની સૂકી ભાજી

#RB9 બટાકા ની સૂકી ભાજી બધા જ લોકો માં ફેવરિટ છે.મોટા ભાગે આ ડીશ ફરાળ માં સૌ થી વધુ બને છે.કાર્બોહાઈડ્રેટ થી ભરપુર બટાકા શક્તિ વર્ધક ગણાય છે..તેની બધી જ વાનગીઓ લોકો માં ખૂબ જ પ્રિય રહેલી છે .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
3 લોકો
  1. 250 ગ્રામબટાકા
  2. 2 ચમચીશેકેલી શીંગ ની ભૂકો
  3. 2 ચમચીમીઠાં લીમડા ના પાન
  4. 2 ચમચીસમારેલી કોથમીર
  5. 1 ચમચીઝીણો સમારેલો ફુદીનો
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. 1 ચમચીલાલ મરચું પાઉડર
  8. 1/2 ચમચીગરમ મસાલો
  9. 2 ચમચીલીંબુ નો રસ
  10. 1 ચમચીજીરૂ
  11. 1 ચમચીખાંડ
  12. 2 ચમચીઝીણા સમારેલા લીલાં મરચાં
  13. 1 ચમચીખમણેલું આદુ
  14. 1 ચમચીસૂકા કોપરા નો ભૂકો
  15. 2ચમચા તેલ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ આપેલી માત્રા અનુસાર બટાકા લઇ તેની છાલ ઉતારી ને કુકર માં બાફી લો..

  2. 2

    બફાઈ ગયેલા બટાકા ના યોગ્ય ટુકડા કરી ને તેને ઠંડા પડે એટલે તેમાં મીઠું,લાલ મરચું પાઉડર,આદુ,ખાંડ,લીંબુ નો રસ,ગરમ મસાલો મેળવી સહેજ વાર રહેવા દો..

  3. 3

    હવે એક કડાઈમાં આપેલી માત્રા અનુસાર તેલ લઈ જીરું ઉમેરો જીરું લાલ થઈ જાય એટલે હિંગ ઉમેરો ત્યારબાદ લીલા મરચા ને મીઠા લીમડા ના પાન ઉમેરી ને ત્યારબાદ મસાલા વાળા બટાકા ઉમેરી ને બરોબર સાંતળી લો...

  4. 4

    શાક માં મસાલો બરોબર મિક્સ થાય ત્યાં સુધી હલાવો અને સહેજ વાર છીબુ ઢાંકી દાઈ સિજવા દો...સૂકી ભાજી તૈયાર થાય એટલે સૂકું કોપરા નું છીણ ભભરાવી સર્વ કરો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Vyas
Nidhi Vyas @nidhi_0608
પર
cooking is my passion
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes