ભરેલા મરચાં નું શાક (Bharela Marcha Shak Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @pinal_patel

#SFR
શીતળા સાતમે કંકોડા, ભીંડા નું શાક બનાવીએ છીએ,પણ સાથે સાથે મરચાં નુ ભરેલું શાક થાળી માં હોય તો મોજ પડી જાય છે

ભરેલા મરચાં નું શાક (Bharela Marcha Shak Recipe In Gujarati)

#SFR
શીતળા સાતમે કંકોડા, ભીંડા નું શાક બનાવીએ છીએ,પણ સાથે સાથે મરચાં નુ ભરેલું શાક થાળી માં હોય તો મોજ પડી જાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ૧૨ થી ૧૩ નંગ મોળા જાડા મરચાં
  2. ૧ કપમોળા ગાંઠીયા નો ભુક્કો
  3. ૧/૨ કપશેકેલા શીંગદાણા નો ભુક્કો
  4. ૧/૩ કપસફેદ તલ
  5. ૧/૪ કપધાણાજીરું
  6. ૧ ટીસ્પૂનહળદર
  7. ૧/૪ ટીસ્પૂનલાલ મરચું
  8. ૧ ટીસ્પૂનખાંડ
  9. ૧ ટીસ્પૂનમીઠું
  10. ૨ ટીસ્પૂનતેલ વઘાર માટે
  11. ૧/૨ ટીસ્પૂનજીરુ
  12. ૧/૨ ટીસ્પૂનઅજમો
  13. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં મરચાં નેં ધોઈ કોરા કરી લો, એક મિક્સર બાઉલમાં ગાંઠીયા, શીંગદાણા, તલ નેં ક્રશ કરી લો

  2. 2

    મરચાં ને વચ્ચે થી કટ કરી બી કાઢી લો, હવે એક બાઉલમાં ક્રશ કરેલા ગાંઠિયા, તલ શીંગદાણા નો ભુક્કો, ધાણાજીરું પાઉડર, હળદર, મીઠું, ખાંડ, લાલ મરચું બધું બરાબર મિક્ષ કરી પુરણ તૈયાર કરો

  3. 3

    મરચાં ને દબાવી ને ભરવા, વઘાર માટે એક કઢાઈમાં તેલ ગરમ કરો તેમાં જીરું, અજમો હિંગ નાખી મરચાં વઘારી લો, ઢાંકીને ધીમા તાપે ચઢવા દો, વચ્ચે વચ્ચે હળવા હાથે હલાવવું

  4. 4

    વધેલું પુરણ ઉપર થી ભભરાવી દો, મરચાં હરસ પોચા પડે એટલે ચઢી ગયા છે, ગેસ પર થી
    ઉતારી લો, ઠંડુ ખાવાનું હોય ત્યારે આ ચટપટું શાક ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pinal Patel
Pinal Patel @pinal_patel
પર

Similar Recipes