ભરેલાં મરચાં (Bharela Marcha Recipe In Gujarati)

Smitaben R dave
Smitaben R dave @Smita_dave
Bhavnagar

#WDC
#Jigna
#પરંપરાગત વાનગી

ભરેલા મરચાં એ પરંપરાગત વાનગી છે.ગામડામાં વિવિધ રીતે મરચાં ખાવાની પ્રણાલી છે.શેકેલા,તળેલા,ભરેલા, વઘારેલા,મરચાં ની કઢી સ્વરૂપે આદી.આપણે આજે ભરેલા મરચાં બનાવીશું.જેની સાથે રોટલો અને ગોળ પીરસવામાં આવે તો આખું ભાણું બની જાય.મતલબ શાક-દાળ કશાયની જરૂર ન રહે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 10-12મોળા મોોટા મરચાં
  2. 5-6 ચમચીચણાં નો લોટ
  3. 2-3 ચમચીતેલ લોટ શેકવા
  4. 1/2લીંબુ
  5. 1 ચમચી ખાંડ
  6. 1 ચમચીખાંડ
  7. 1 ચમચીખાંડ
  8. મીઠું જરૂર મુજબ
  9. 1 ચમચીધાણાજીરું પાઉડર
  10. ચપટીહળદર
  11. વઘાર માટે:-
  12. 3 ચમચીતેલ
  13. 1 ચમચીતલ
  14. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મરચાં ધોઈ કોરા કરી લો.તેમાં વચ્ચે કાપો કરી બી કાઢી લેવા.

  2. 2

    એક કડાઈ માં 2-3 ચમચી તેલ મૂકી ચણાનો લોટ શેકી લેવો.શેકાઈ જાય એટલે ઠંડો થયા પછી તેમાં
    મીઠું,લીંબુ,ખાંડ હળદર,ધાણાજીરું મિક્સ કરી મરચાં ભરી લેવા.

  3. 3

    હવે ગેસ પર એક કડાઈમાં વઘાર માટે તેલ ગરમ મૂકો.ગરમ થતાં તેમાં રાઈ ઉમેરો.રાઈ તતડે પછી તલ ઉમેરો. પછી હીંગ ઉમેરી ભરેલા મરચાં ઉમેરી 2 મિનીટ સાંતળો.પછી ગેસ બંધ કરી દો.તૈયાર છે ભરેલા મરચાં.

  4. 4

    ભરેલ મરચાં પ્લેટમાં લઈ લંચ/ ડીનરમાં રોટલા અને ઘી-ગોળ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Smitaben R dave
Smitaben R dave @Smita_dave
પર
Bhavnagar

Similar Recipes