ભરેલા રીંગણ બટાકા નુ શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @pinal_patel

ઉનાળામાં લીલા શાકભાજી ન મળે ત્યારે ભરેલા રીંગણ બટાકા નુ શાક સારો વિકલ્પ છે

ભરેલા રીંગણ બટાકા નુ શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)

ઉનાળામાં લીલા શાકભાજી ન મળે ત્યારે ભરેલા રીંગણ બટાકા નુ શાક સારો વિકલ્પ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫ મિનિટ
  1. ૭ થી ૮ નાનાં જામલી રંગ ના તાજા રીંગણ
  2. ૩ નંગનાની બટાકી
  3. ૩ ટીસ્પૂનતેલ
  4. ૧/૨ કપગાંઠીયા નો ભુક્કો
  5. ૧/૩ કપ શેકેલા શીંગદાણા નો ભુક્કો
  6. ૨ ટીસ્પૂનતલ
  7. ૨ ટીસ્પૂનધાણાજીરું
  8. ૧ ટીસ્પૂનલાલ મરચું+૧ ટીસ્પૂન કશ્મીરી લાલ મરચું
  9. કળી લસણ
  10. ૧ ટીસ્પૂનખાંડ
  11. ૧ ટીસ્પૂનગરમ મસાલો
  12. ૨ ટીસ્પૂનલીલા ધાણા ઝીણા સમારેલા
  13. મીઠું સ્વાદાનુસાર
  14. ૧/૨ ટીસ્પૂનરાઇ
  15. ૧/૨ ટીસ્પૂનજીરુ
  16. ૧/૨ ટીસ્પૂનહિંગ

રાંધવાની સૂચનાઓ

૩૫ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં રીંગણ બટાકા ને ધોઈ ચાર કાપા પાડી લો, ત્યાર બાદ એક વાસણમાં ગાંઠીયા નો ભુક્કો, શીંગ દાણા નો ભુક્કો, મીઠું હળદર મરચું ધાણાજીરું ગરમ મસાલો ખાંડ, લસણ મરચું વાટેલું લસણીયુ મરચું, કોથમીર, તલ વગેરે મસાલા મિક્સ કરી પુરણ બનાવો અને રવૈયા બટાકા ભરી લો...કુકરમાં વઘાર માટે તેલ ગરમ કરો તેમાં રાઈ જીરું હીંગ ઉમેરો બરાબર સાંતળી લો, તેમાં ભરેલા રીંગણ બટાકા ઉમેરીને ૨ મિનિટ સુધી સાંતળો, પછી તે માં ૧ કપ જેટલું પાણી ઉમેરીને મીડીયમ ફલેમ પર બે વ્હીસલ વગાડી કુકર ઠંડુ થવા દો,

  2. 2

    આ શાક કડક ભાખરી કે ખીચડી સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે,મે અહીં યા થોડું રસાવળુ બનાવ્યું છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pinal Patel
Pinal Patel @pinal_patel
પર

ટિપ્પણીઓ (6)

Similar Recipes