ચુરમા લાડુ (Churma Ladoo Recipe In Gujarati)

Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83

#CJM
week1
#cookpadindia
#cookpadgujarati
ચુરમા લાડુ અથવા ચુરમા ગોળ ના લાડવા એ ખાસ પ્રસંગો અથવા તહેવારો દરમિયાન બનાવવામાં આવતી ભારતીય મીઠાઈ છે. ચુરમા લાડુ એ પરંપરાગત ગુજરાતી તેમજ રાજસ્થાની મીઠાઈ છે, જે ખાસ કરીને ગણેશ ચતુર્થી,હોળી અથવા દિવાળી જેવા તહેવારો દરમિયાન બનાવવામાં આવે છે. મોટે ભાગે ગુજરાતી ઘરોમાં આ સ્વાદિષ્ટ વાનગી સામાન્ય રીતે દાળ -ભાત, પૂરી, વાલ નુ શાક અથવા રીંગણા બટાકા નુ શાક અને લાડવા જેવી થાળી સાથે પીરસવામાં આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
બધા જ
  1. 1 મોટો વાટકોઘઉંનો લોટ
  2. 1વાટકો છીણેલો ગોળ
  3. 5-7એલચીનો પાઉડર
  4. 5 (6 ચમચી)કિસમિસ
  5. લાડુ પર લગાવવા માટે ખસખસ
  6. 1વાટકો ઘી
  7. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ઘઉંના લોટમાં ગરમ ઘી નું મુઠ્ઠી પડતું મોણ નાખી બરાબર મિક્સ કરવો ત્યારબાદ નવશેકું પાણી થોડું થોડું ઉમેરી ભાખરી જેવો કઠણ લોટ તૈયાર કરી તેના મુઠીયા વાળી લેવા આ રીતે બધા જ મુઠીયા તૈયાર કરી લેવા.

  2. 2

    હવે એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં બધા જ મુઠીયાને ગોલ્ડન બ્રાઉન તળી અને રૂમ ટેમ્પરેચર પર ઠરવા દેવા ત્યારબાદ બધા જ મુઠીયાનો હાથેથી અધકચરો ભૂકો કરી મિક્સર જારમાં પલ્સ પર થોડું થોડું ફેરવી લેવા અને ચોખા ના ચાઇણા ની મદદથી દળ તૈયાર કરી લેવું

  3. 3
  4. 4

    હવે ફરીથી એક કડાઈમાં ત્રણ ચાર ચમચા ઘી ગરમ કરી ગેસ ધીમા તાપે રાખી તેમાં ગોળને ઓગાળી લેવો. ધ્યાન રાખવું કે પાયો કડક ન થાય એ દરમિયાન દળવા ઈલાયચી પાઉડર અને કિસમિસ નાખી તૈયાર રાખવું

  5. 5

    ગોળ ઓગળે એટલે તરત જ તૈયાર કરેલા દળમાં ઉમેરી તેને બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ તેના લાડુ વાળી ઉપરથી ખસખસ લગાવી તેને થાળીમાં ગોઠવીને ઠરવા દો.

  6. 6

    તો તૈયાર છેગણપતિ બાપા ના પ્રિય એવા ચૂરમાં લાડુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83
પર
If you think well, you cook well.😘🍱🍜☕🍹🍨🍢🥘
વધુ વાંચો

Similar Recipes