ચુરમાનાં લાડુ (Churma Ladoo Recipe In Gujarati)

Jyoti Joshi
Jyoti Joshi @Jyoti1982

#SGC
ગણેશ ચતુર્થી એ શ્રી ગણેશની ઘરે તથા જાહેર સ્થળો એ સ્થાપના કરવામાં આવે છે. ગણેશજી ના પ્રસાદ માટે વિવિધ લાડુ અને મોદક બનાવવામાં આવે છે. અહીં મેં ચુરમાનાં લાડુ બનાવ્યા છે.

ચુરમાનાં લાડુ (Churma Ladoo Recipe In Gujarati)

#SGC
ગણેશ ચતુર્થી એ શ્રી ગણેશની ઘરે તથા જાહેર સ્થળો એ સ્થાપના કરવામાં આવે છે. ગણેશજી ના પ્રસાદ માટે વિવિધ લાડુ અને મોદક બનાવવામાં આવે છે. અહીં મેં ચુરમાનાં લાડુ બનાવ્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 કલાક
8 સર્વિન્ગ્સ
  1. 1 કિલોગ્રામ ઘઉંનો કકરો લોટ
  2. 1બાઉલ ચણા નો કકરો લોટ
  3. 500 ગ્રામઘી
  4. 500 ગ્રામકેમિકલ વગરનો ગોળ
  5. 6 ટેબલ સ્પૂનતેલ મોણ માટે
  6. 15 નંગઈલાયચી
  7. નાનો ટુકડો જાયફળ
  8. 2 ટેબલસ્પૂનખસ ખસ
  9. તેલ તળવા માટે
  10. 2 ગ્લાસહુંફાળું પાણી

રાંધવાની સૂચનાઓ

2 કલાક
  1. 1

    ઘઉંના કકરા લોટ અને ચણા ના લોટને એક કાથરોટમાં લઇ તેલનું મોણ ઉમેરો. મુઠ્ઠી પડતું મોણ લેવું.હુંફાળા પાણી થી કઠણ લોટ બાંધવો.

  2. 2

    હવે બાંધેલા લોટના મુઠીયા વાળી લેવા. મુઠીયામાં ખાડા પાડવા. કઢાઈમાં તેલ ગરમ કરી એમાં મુઠીયા તળવા.

  3. 3

    મુઠીયા ધીમા તાપે સહેજ ગુલાબી તળવા. ઠંડા થાય એટલે એના ટુકડા કરી મિક્સરમાં બારીક કરવા.

  4. 4

    હવે આમાં ઈલાયચી અને જાયફળ પણ જારમાં ઉમેરી બારીક કરવું. ઘઉંના ચાળણા થી ચાળી લેવું.

  5. 5

    આ રીતે બધા મુઠીયા બારીક કરી ચૂરમું તૈયાર કરવું. હવે એક કઢાઈમાં ઘી અને ગોળ ગરમ કરી મિક્સ કરી લો. ગોળનો પાયો કરવો નહિ.તૈયાર ચુરમામાં ગોળ અને ઘી ઉમેરો.

  6. 6

    ગોળ અને ઘી નું મિશ્રણ ઠંડુ પડે એટલે બરાબર મિક્સ કરી લો. હવે લાડુ તૈયાર કરી ખસ ખસ લગાવો. તૈયાર છે ચુરમાનાં લાડુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyoti Joshi
Jyoti Joshi @Jyoti1982
પર
i love cooking. it makes me happy.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes