મમરા ની ચટપટી

Nidhi Vyas
Nidhi Vyas @nidhi_0608

#RB12મમરા હળવા નાસ્તા માં ગણાય છે..બીમાર વ્યક્તિ ને પણ મમરા ખાવાની છૂટ હોય છે.મમરા માં પ્રોટીન ,એનર્જી,કાર્બોહાઈડ્રેટ,આયર્ન,પોટેશ્યમ, થાઈમિંન જેવા તત્વો આવેલા છે.પચવામાં હળવા અને લો ફેટ હોવાથી જે લોકો વજન ઉતારવા માંગતા હોય તેઓ મમરા નો આહાર માં છૂટ થી ઉપયોગ કરી શકે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 લોકો
  1. 250 ગ્રામમમરા
  2. 2 નંગઝીણા સમારેલા ટામેટા
  3. 1 નંગઝીણી સમારેલી ડુંગળી
  4. મીઠા લીમડા ના પાન
  5. સમારેલી કોથમીર
  6. 2 નંગઝીણા સમારેલા લીલાં મરચાં
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. 2 ચમચીલાલ મરચું પાઉડર
  9. 1 ચમચીહળદર પાઉડર
  10. 1 ચમચીગરમ મસાલો
  11. 2 ચમચીલીંબુ નો રસ
  12. 1 ચમચીબૂરું ખાંડ
  13. 2ચમચા તેલ
  14. 1 ચમચીરાઈ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ આપેલી માત્રા અનુસાર એક પાત્ર માં મમરા કાઢી લઇ તેમાં પાણી ઉમેરો બધા જ મમરા ડૂબે એ મમરા ને પલાળી દો.હવે મમરા સંપૂર્ણ પલળી જાય એટલે તેને એક ચારણી માં કાઢી લો.

  2. 2

    હવે એક કડાઈમાં તેલ લઇ ને તેમાં રાઈ મૂકો રાઈ ફૂટે એટલે તેમાં લીલાં મરચાં અને મીઠા લીમડા ના પાન ઉમેરી બરોબર સાંતળી લો.હવે તેમાં ટામેટા ઉમેરી બધા જ મસાલા કરી ને બરોબર સાંતળી લો હવે લીંબુ નો રસ ઉમેરી ને તેમાં પલળેલા મમરા ઉમેરી દો.બરોબર મિક્કસ કરી સહેજ વાર ગેસ પર સીજે એટલે કોથમીર થી ગાર્નિશ કરી પીરસો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nidhi Vyas
Nidhi Vyas @nidhi_0608
પર
cooking is my passion
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes