વેજીટેબલ રાઈસ‌ પેન કેક (Vegetable Rice Pancake Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
શેર કરો

ઘટકો

  1. ૨ કપચોખા નો લોટ
  2. ૧ કપદહીં
  3. ૧ નંગગાજર
  4. ૧ નંગકેપ્સીકમ
  5. ૧ નંગટામેટું
  6. ૧ કપસમારેલી કોથમીર
  7. ૨ નંગલીલાં મરચાં
  8. ૧ ટેબલ સ્પૂનચીલી ફ્લેક્સ
  9. ૧/૨ ટેબલ સ્પૂનશેકેલા જીરાનો પાઉડર
  10. ૧ ટી સ્પૂનઆખું જીરું
  11. ૧/૨ ટી સ્પૂનહિંગ
  12. ૧/૨ ટી સ્પૂનમરી પાઉડર
  13. ૧/૪ ટી સ્પૂનબેકિંગ સોડા
  14. મીઠું સ્વાદાનુસાર
  15. તેલ જરૂર મુજબ
  16. & ૧/૨ કપ પાણી અથવા જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ગાજર ને ચોપર માં ચોપ કરી લેવું. કેપ્સીકમ, ટામેટું, લીલાં મરચાં અને કોથમીર ને ઝીણું સમારી લેવું. હવે એક બાઉલમાં ચોખા નો લોટ, દહીં, બધા વેજીટેબલ અને પાણી ઉમેરી ને મિક્સ કરી લેવું.

  2. 2

    પછી તેમાં ચીલી ફ્લેક્સ, મરી પાઉડર, મીઠું, બેકિંગ સોડા, હિંગ, શેકેલા જીરાનો પાઉડર અને આખું જીરું ઉમેરી ને મિક્સ કરી લેવું.

  3. 3

    હવે એક પેન ને ગરમ કરી
    તેમાં થોડું તેલ રેડી કોટીંગ કરો
    ત્યાર બાદ ગેસ ની ફ્લેમ ધીમી રાખી
    બનાવેલું બેટર પેન માં રેડી સરસ રીતે ગોળ આકાર માં ફેલાવો
    જરૂર પ્રમાણે ગેસ ની ફ્લેમ વધારી ઘટાડીને બન્ને તરફ ની સપાટી થોડું તેલ મૂકીને શેકી લેવા.

  4. 4

    તો તૈયાર વેજીટેબલ રાઈસ પેન કેક જેને મેં ટોમેટો કેચઅપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કર્યા છે.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

ટિપ્પણીઓ (26)

Swaminathan
Swaminathan @280818S
Very long back I saw you today. Very happy 😀. How are you dear?

Similar Recipes