દહીંથરા (Dahithara Recipe In Gujarati)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

#TRO
એક લુપ્ત થતી સાઊથ ગુજરાત ની વાનગી .....દહીંથરા. મોઢાં માં ઓગળી જાય અને બનવામાં બહુજ સહેલા . આજ થી 40/50 વર્ષ પહેલા જમણવાર માં શ્રીખંડ કે મોહનથાળ ની સાથે દહીંથરા પીરસવામાં આવતા હતા , ત્યારે પૂરી નહોતી બનતી. તો ચાલો બનાવીયે બહુજ સોફ્ટ અને સ્વાદિષ્ટ દહીંથરા ની રેસિપી.
Cooksnap@cook_1952

દહીંથરા (Dahithara Recipe In Gujarati)

#TRO
એક લુપ્ત થતી સાઊથ ગુજરાત ની વાનગી .....દહીંથરા. મોઢાં માં ઓગળી જાય અને બનવામાં બહુજ સહેલા . આજ થી 40/50 વર્ષ પહેલા જમણવાર માં શ્રીખંડ કે મોહનથાળ ની સાથે દહીંથરા પીરસવામાં આવતા હતા , ત્યારે પૂરી નહોતી બનતી. તો ચાલો બનાવીયે બહુજ સોફ્ટ અને સ્વાદિષ્ટ દહીંથરા ની રેસિપી.
Cooksnap@cook_1952

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનીટ
40-50 નંગ બનશે
  1. 2 કપચાળેલો મેંદો
  2. 5-6 ટે સ્પૂનઘી (મુઠી પડતું મોણ)
  3. 1 ટે સ્પૂનઅધકચરા ક્રશ કરેલા મરી
  4. 1 ટે સ્પૂનઅધકચરું શેકેલું જીરું
  5. 1/3 કપદહીં (મોળું)
  6. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    એક તાસ મા મેંદો લઈ, ઘી નું મુઠી પડતું મોણ નાંખી મીકસ કરવું. ઘી લોટ માં સરખી રીતે મિક્ષ થઈ જવું જોઈએ.લોટ મા મરી અને શેકેલુ જીરું નાખી મિક્સ કરવું. દહીં થી લોટ બાંધવો.પાણી બિલકુલ લેવું નહીં. લોટ ને ઢાંકી ને 30 મીનીટ રાખવો.

  2. 2

    પછી એક સરખા લુઆ કરવા.લુઆ ને આંગળી અને અંગુઠા થી થેપીને થોડા જાડા દહીંથરા થેપી લેવા. દહીંથરા થેપીયે ત્યારે ક્રેક પડે તો વધારે સારા તળાશે,માટે ચિંતા કરવી નહી. ગરમ તેલ માં ઍકદમ ધીમા તાપે તળવા. ઍક ઘાણ તળાતા લગભગ 7-8 મિનીટ થશે.

  3. 3

    દહિથરાં ને સોનેરી તળવા. દહીંથરા થાળી માં કાઢી ને ઠંડા કરવા.પછી એરટાઈટ ડબ્બામાં ભરી સ્ટોર કરવા.ચા સાથે દહિથરાં બહુજ સ્વાદિષ્ટ લાગે છે.

  4. 4

    દહીંથરા 15 દિવસ સુધી સારા રહે છે. તો આ દિવાળી માં માણો ઍક ટ્રેડિશનલ વાનગી ની લુફ્ત..... દહીંથરા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

Similar Recipes