ત્રિકોણીય પરાઠા (Triangle Paratha Recipe In Gujarati)

Urvi Tank
Urvi Tank @UrviChauhan
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 લોકો માટે
  1. 1મોટી વાટકી ઘઉંનો લોટ
  2. સ્વાદ અનુસારમીઠું
  3. 1 મોટી ચમચીજીરું
  4. 1 મોટી ચમચીઅજમો
  5. 1 નાની ચમચીહિંગ
  6. મોણ અને શેકવા માટે તેલ
  7. જરૂરિયાત પ્રમાણે પાણી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પાત્રમાં એક મોટી વાટકી ઘઉંનો લોટ ચાળી લો. તેમાં સ્વાદ અનુસાર મીઠું, એક મોટી ચમચી જીરું, એક મોટી ચમચી અજમો, એક નાની ચમચી હિંગ ઉમેરો. બધુંજ સારી રીતે મિક્સ કરી લો. હવે જરૂરિયાત પ્રમાણે તેલનું મોણ નાખી લોટ ને મિક્સ કરી લો.

  2. 2

    હવે થોડું થોડું પાણી ઉમેરતાં જઇને થોડો નરમ લોટ બાંધો. બાંધેલા લોટ માથી એક નાનો લુઓ બનાવી તેની નાની રોટલી વણો. આ રોટલીમાં ચારેબાજુ થોડું તેલ લગાવો.

  3. 3

    હવે રોટલીને વચ્ચેથી વાળી લો. ઉપરના ભાગમાં તેલ લગાવી રોટલીને ફરીથી વાળી ત્રિકોણ આકાર આપો.

  4. 4

    આ ત્રિકોણ આકારમાંજ રોટલીને વણો. હવે થોડાં ગરમ તવા પર આ ત્રિકોણ પરાઠાને મૂકો. એક બાજુ થોડો ચડી જાય એટલે તેને ઉથલાવી બીજીબાજુ ચડવા દો. હવે થોડું તેલ લગાવી પરાઠાને બીજીબાજુ ઉથલાવી દો. આ રીતે બંને બાજુ તેલ લગાવી પરાઠાને સારી રીતે શેકી લો.

  5. 5

    આ રીતે તૈયાર થયેલા ત્રિકોણીય પરાઠાને ગરમાગરમ પરોસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Urvi Tank
Urvi Tank @UrviChauhan
પર

Similar Recipes