પાલક કોર્ન ચીઝ પરાઠા (Palak Corn Cheese Paratha Recipe In Gujarati)

Amita Soni
Amita Soni @Amita_soni
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫ મિનિટ
૪ સર્વિંગ
  1. ૨૦૦ ગ્રામ પાલક
  2. બાઉલ ઘઉંનો લોટ
  3. ૧ નંગ મકાઈ
  4. ૧ કપચીઝ
  5. ૨ નંગલીલા મરચા
  6. નાનો ટુકડો આદુ
  7. ૧ ચમચીલાલ મરચું
  8. મીઠું સ્વાદ મુજબ
  9. ૨ ચમચીતેલ મોણ માટે
  10. તેલ પરાઠા શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

૩૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ પાલકની સમારીને ધોઈ તેને બ્લાંચ કરી લો મિક્સર જારમાં પાલક લીલા મરચા અને આદુનો ટુકડો નાખીને પ્યુરી બનાવી લો મકાઈના દાણા ને બાફી લો

  2. 2

    હવે કથરોટમાં ઘઉંનો લોટ લઈ લો તેમાં મીઠું તેલનું મોણ અને તૈયાર કરેલી પ્યુરી નાખીને લોટ બાંધી લો (જરૂર પડે તો પાણી નાખો)

  3. 3

    એક બાઉલમાં બાફેલી મકાઈના દાણા ચીઝ લાલ મરચું અને ચપટી મીઠું નાખીને મિક્સ કરી લો

  4. 4

    હવે લોટમાંથી લુવો લઈને પૂરી વણી લો પછી તેમાં ૧ ચમચી જેટલું પુરણ મૂકીને કિનારી ભેગી કરીને વાળી લો પછી હલકા હાથેથી પરાઠો વણી લો

  5. 5

    તવો ગરમ કરીને પરાઠાને તેલ લગાવીને બંને બાજુથી શેકી લો

  6. 6

    સર્વ કરવા માટે તૈયાર છે પાલક કોર્ન ચીઝ પરાઠા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amita Soni
Amita Soni @Amita_soni
પર
l love cookingFood lover
વધુ વાંચો

Similar Recipes