ટ્રાયંગલ મીલ્કી પરાઠા (Triangle Milky Paratha Recipe In Gujarati)

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710

#CWT
#cookpad
#cookpadindia
#cookpadgujarati
#homemade
#homechef
આ પરોઠા માટે દૂધથી લોટ બાંધ્યો અને ઘીનું મોણ નાખ્યું જેથી સોફ્ટ અને એકદમ સિલ્કી બને છે. દૂધ નાખેલા પરોઠાનો દેખાવ પણ એકદમ આકર્ષક હોય છે.ઘરડા માણસો પણ આ પરોઠા ઈઝીલી ચાવી શકે છે. વડી દૂધથી લોટ બાંધેલ હોવાથી તે બેથી ત્રણ દિવસ સુધી બગડતા નથી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧/૨ કપઘઉંનો કકરો લોટ
  2. ૧/૪ કપઘઉં નો ઝીણો લોટ
  3. ૧ ટેબલસ્પૂનમેલ્ટેડ ઘી, મોવણ માટે
  4. ૧ કપફૂલ ફેટ દૂધ
  5. ચપટીમીઠું
  6. પરોઠા શેકવા માટે તેલ આવશ્યકતા અનુસાર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ઘઉંના બંને લોટમાં મેલ્ટેડ,ગરમ ઘી નાખી તેને મીક્સ કરી લેવું. અને દૂધ નાખી અને લોટ બાંધો.

  2. 2

    લોટને 10 મિનિટ માટે ઢાંકીને મૂકી રાખો. ત્યારબાદ તેમાંથી એક નાનો લૂઓ લઈ અને તેની નાની પૂરી વણો. તેની ઉપર સાધારણ તેલ લગાવી દો.એની ઉપર કોરો લોટ નાખો પછી તેને ફોલ્ડ કરી દો.

  3. 3

    ફરીથી તેને ત્રિકોણ આકારમાં ફોલ્ડ કરી દો. હવે તેમાંથી ત્રિકોણ આકારના જ પરોઠા વણો. હવે ચાકુની મદદથી તેને પરફેક્ટ ત્રિકોણ શેઇપ આપી દો. તવી ગરમ કરવા મુકો. તેલથી ગ્રીસ કરી અને તેમાં પરોઠુ શેકવા મૂકો.

  4. 4

    પરોઠાની બંને સાઈડે તેલ લગાવી ગોલ્ડન કલર ના શેકી લેવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
પર
Happyness is Homemade
વધુ વાંચો

Similar Recipes