શેર કરો

ઘટકો

20 મિનિટ
2 વ્યક્તિ
  1. 2 કપઘઉં નો લોટ
  2. 1/4 કપદહીં
  3. 1 ટી સ્પૂનબેકિંગ પાઉડર
  4. 1/2 ટી સ્પૂનબેંકિંગ સોડા
  5. 2 ચમચીતેલ
  6. 1/2 ચમચીદળેલી ખાંડ
  7. અન્ય સામગ્રી:
  8. 1/2 ચમચીકાળા તલ
  9. 2 ચમચીઝીણી સમારેલી કોથમીર
  10. જરૂર મુજબ દેશી ઘી અથવા બટર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    પ્રથમ મેંદા ચાયણીથી ઘઉંના લોટને ચાળી લો જેથી એકદમ ઝીણો ઘઉંનો લોટ મળશે હવે તેમાં કુલચા માટેની બધી સામગ્રી ઉમેરી હૂંફાળું પાણી ઉમેરી તેમાંથી નરમ કણક તૈયાર કરી તેને પાંચથી સાત મિનિટ માટે મસળી લો હવે તેને બે કલાક માટે ભીના કાપડમાં વીંટાળીને ઢાંકી ને મૂકી રાખો.
    હવે તેમાંથી એક સરખા લુવા કરી તેની એક તરફ ઝીણી સમારેલી કોથમીર અને તલ ભભરાવી પાણીવાળો હાથ કરી તેને સહેજ દબાવી દો. બીજી તરફ પાણી વાળો હાથ ફેરવી તે ભાગને ગરમ તવી પર મૂકી આજુબાજુ સહેજ પાણી છાંટી 3 થી 4 મિનિટ માટે તેને કુક કરી લો.

  2. 2

    પછી કુર્જાને બીજી તરફ ફેરવીને એક થી બે મિનિટ માટે કુક કરી લો આ રીતે બધા કુલચા તૈયાર કરી લો પછી તવી ઉપર બટર અથવા તો દેશી ઘી મૂકીને ઝીણી સમારેલી કોથમીર છાંટી કુલચા ને એકાદ મિનિટ માટે બંને તરફ શેકી લો.

  3. 3

    તૈયાર ગરમા ગરમ કુલચા ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ (13)

Similar Recipes