તવા કુલચા (Tawa Kulcha Recipe In Gujarati)

Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457

#MBR8
Week8

શેર કરો

ઘટકો

૧૦-૧૫ મિનિટ
૪ સર્વીગ
  1. 1-1/2 કપ મેંદો
  2. મીઠું સ્વાદ મુજબ
  3. ચપટીબેકિંગ સોડા
  4. ૧ ટીસ્પૂનબેકિંગ પાઉડર
  5. ૧/૨ કપદહીં
  6. ૧ ટેબલ સ્પૂનઘી
  7. જરૂર મુજબ કાળા તલ
  8. જરૂર મુજબ કોથમીર

રાંધવાની સૂચનાઓ

૧૦-૧૫ મિનિટ
  1. 1

    એક બાઉલમાં મેંદો લઈ તેમાં બેકિંગ પાઉડર, બેકિંગ સોડા, ઘી અને મીઠું ઉમેરી દહીં ઉમેરો. જરૂર મુજબ નવશેકુ પાણી ઉમેરી સોફ્ટ કણક બાંધો બે ત્રણ કલાક કણકને રેસ્ટ આપો

  2. 2

    કણક માંથી લૂઓ લઈ કુલચા વણી લો ઉપર થોડું પાણી લગાડી તલ અને કોથમીર ભભરાવી થોડું વણી લો

  3. 3

    તવા પર મીડિયમ આંચમાં કોથમીર વાળો ભાગ ઉપર રાખી ઢાંકણ ઢાંકી શેકી લો નીચેનો ભાગ શેકાઈ જાય એટલે પલટાવી ફરીથી ઢાંકણ ઢાંકી શેકી લો

  4. 4

    ગરમ ગરમ કુલચા ઉપર ઘી લગાડી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457
પર

Similar Recipes