રવા કોકોનટ ઘુઘરા (Rava Coconut Ghughra Recipe In Gujarati)

Devyani Baxi
Devyani Baxi @devyani123

રવા કોકોનટ ઘુઘરા (Rava Coconut Ghughra Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામમેંદો
  2. 200 ગ્રામબારીક રવો
  3. 200 ગ્રામઝીણું નાળિયેરનું ખમણ
  4. 150 ગ્રામબુરો ખાંડ
  5. 1 ચમચીએલચીનો ભૂકો
  6. 6 ચમચીબદામ કાજુ અખરોટ નો ભૂકો
  7. તળવા માટે તેલ
  8. 4 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મેંદાના લોટને મીડીયમ બાંધી લો ત્યારબાદ તેને 1/2 કલાક રેસ્ટ આપો

  2. 2

    ત્યારબાદ એક કડાઈમાં ચાર ચમચા ઘી મૂકી તેમાં ઝીણો રવો શેકી લો થોડો શેકાઈ જાય કલર બદલાય એટલે તેને કાઢી લો ત્યારબાદ નાળિયેરના છીણને થોડીવાર ગેસ પર હલાવો તેને રવામાં નાખી દો

  3. 3

    રવો અને ટોપરાના ખમણને મિક્સ કરી તે ઠંડુ થાય એટલે તેમાં બુરુ ખાંડ નાખો. ત્યારબાદ ઇલાયચી નો ભૂકો અને ડ્રાયફ્રુટ ભૂકો તે બધું મિક્સ કરો

  4. 4

    મેંદાનો લોટ બાંધેલો છે તેના નાના લુવા બનાવી તેની મીડીયમ પૂરી વણો પુરીમાં રવા અને ટોપરાનું પુરાણ ભરો હાથમાં લઈ પૂરી ની આજુબાજુ કોર પર પાણીની ભીની આંગળી ફેરવો ઘૂઘરાને દબાવી બંધ કરી લો

  5. 5

    ત્યારબાદ ઘુઘરા ને જે કોર વાડી છે તેની કાંગરી વાળી લો અથવા ઘૂઘરાના બીબામાં નાખી તેને વાળો ત્યારબાદ ગરમ તેલ કરી પછી તેને મીડીયમ તાપે તળો ઘુઘરા તૈયાર સર્વિંગ પ્લેટમાં લઈ લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Devyani Baxi
Devyani Baxi @devyani123
પર

ટિપ્પણીઓ

Similar Recipes