ઘૂઘરા(Ghughra Recipe in Gujarati)

Anjana Sheladiya
Anjana Sheladiya @Anuskitchencronicals
Ahmedabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30-40 મિનિટ
2-4 સર્વિંગ્સ
  1. 500 ગ્રામમેંદો
  2. 250 ગ્રામરવો
  3. 250 ગ્રામમાવો
  4. 350 ગ્રામદળેલી ખાંડ
  5. 1/2 કપઘી
  6. 1/3 કપટોપરા નું ખમણ
  7. 1/4 કપડ્રાય ફ્રુટ બારીક સમારેલા
  8. 2 ચમચીઇલાયચી પાઉડર
  9. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

30-40 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ મેંદો,મોણ માટે તેલ ઉમેરી મિક્સ કરી લો.મુઠ્ઠી પડતું મોણ ઉમેરવું.

  2. 2

    હવે ઠંડું પાણી ઉમેરી મિક્સ કરો અને લોટ બાંધી લો.

  3. 3

    હવે ઘૂઘરા નું સ્ટફિંગ બનાવવા માટે એક કડાઈ મા ઘી ઉમેરો,ઘી ગરમ થાય ત્યાર બાદ તેમાં રવો ઉમેરો. રવા ની ધીમા તાપે શેકો.

  4. 4

    હવે તેને ધીમા તાપે ગુલાબી રંગ નો થાય ત્યાં સુધી શેકો.

  5. 5

    હવે તેમાં માવો,ટોપરા નું ખમણ,સમારેલા ડ્રાય ફ્રૂટ,દળેલી ખાંડ ઉમેરો અને બરાબર મિકસ કરી લો.

  6. 6

    હવે તેમાં ઇલાયચી નો પાઉડર ઉમેરી મિક્સ કરી દો.સ્ટફિંગ તૈયાર છે.

  7. 7

    હવે લોટ ના નાના લુઆ કરી પૂરી વણી લો.હવે તેમાં સ્ટફિંગ ભરી તેને વાળી તેની કિનારી પર ચપટી વડે ડિઝાઇન કરો.

  8. 8

    હવે કડાઈ મા તેલ ગરમ કરી બધા ઘૂઘરા મિડિયમ તાપે તળી લો.

  9. 9

    હવે ઘૂઘરા ને એર ટાઇટ ડબ્બા માં ભરી લો.તેને 10 દિવસ સુધી સાચવી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anjana Sheladiya
Anjana Sheladiya @Anuskitchencronicals
પર
Ahmedabad

Similar Recipes