લીલી હળદર ની કઢી (Lili Haldar Kadhi Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @pinal_patel

#ROK
આમ તો આપણે વિવિધ જાતની કઢી બનાવીએ છીએ પણ શિયાળાની સિઝનમાં આંબા હળદર મળતી હોવાથી મે અહી આંબા હળદરની કઢી બનાવવાનો પ્રયત્ન કર્યો છ

લીલી હળદર ની કઢી (Lili Haldar Kadhi Recipe In Gujarati)

#ROK
આમ તો આપણે વિવિધ જાતની કઢી બનાવીએ છીએ પણ શિયાળાની સિઝનમાં આંબા હળદર મળતી હોવાથી મે અહી આંબા હળદરની કઢી બનાવવાનો પ્રયત્ન કર્યો છ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ૧ કપમોળું દહીં
  2. ૧/૪ કપચણાનો લોટ
  3. આંબા હળદર નો મોટો ટુકડો
  4. ૨ નંગલીલાં મરચાં
  5. ૨ ટીસ્પૂનખાંડ
  6. મીઠું સ્વાદાનુસાર
  7. ૧/૪ ટીસ્પૂનતજનો પાઉડર
  8. ૧/૩ ટીસ્પૂનલવિંગ પાઉડર
  9. ૧ ટી સ્પૂનઘી
  10. ૧/૨ ટીસ્પૂનજીરુ
  11. ૧ નંગસુકું મરચું
  12. મીઠાં લીમડાના પાન
  13. ૧ ટીસ્પૂનઝીણી સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં એક વાસણમાં દહીં અને બેસન ને બરાબર મિક્સ કરો, 1-1/2 કપ પાણી ઉમેરીને કઢી નું મિશ્રણ તૈયાર કરો, આંબા હળદર ને આદુ ની છીણી થી છીણી લો

  2. 2

    હવે કઢીને ગેસ પર ઉકાળવા મુકો, તેમાં છીણેલી આંબા હળદર,મીઠું, ખાંડ,અને ચીરી કરેલા લીલા મરચા ઉમેરો, હવે વઘાર માટે વઘારીયામાં ઘી ગરમ કરો તેમાં જીરું વઘાર નું સૂકું મરચું, મીઠા લીમડાના પાન, ઉમેરીને કઢીમાં વઘાર કરો, છેલ્લે તેમાં તજ લવિંગ નો પાઉડર ઉમેરો

  3. 3

    કઢી તૈયાર થાય એટલે ઉપરથી ઝીણી સમારેલી કોથમીર ઉમેરો, આ આંબા હળદર ની કઢી ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pinal Patel
Pinal Patel @pinal_patel
પર

Similar Recipes