પાલક કોર્ન નું શાક (Palak Corn Shak Recipe In Gujarati)

Jo Lly
Jo Lly @cook_27486580
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
  1. જુડી પાલક
  2. ૧ નંગ મકાઈ
  3. ૧ નંગ મોટી ડુંગળી
  4. ૧ ચમચો તેલ
  5. ૧/૨ ચમચી જીરૂ
  6. ૧/૨ ચમચી હળદર
  7. ૧ ચમચીમરચા પાઉડર
  8. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મકાઈ ને કુકર માં ૨ સિટી વગાડી બાફી લેવી અને ઠરી જાઈ પછી તેના દાણા કાઢી લેવા....ત્યાર બાદ એક તપેલી માં પાણી લઈ તે ઉકળે એટલે તેમાં પાલક ના પાન નાખવા..ગેસ બંધ કરીને ૫ મિનિટ રાખીને કાઢી લેવા અને તેના પર ઠંડુ પાણી નાખી દેવું....ત્યાર બાદ મિક્સર માં તેની પ્યુરી બનાવી લેવી..

  2. 2

    ત્યાર બાદ ડુંગળી ને ઝીણી સમારી લેવી...ત્યાર બાદ એક પેન માં તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં જીરૂં નાખી ને ડુંગળી નાખવી અને થોડી બ્રાઉન થાય ત્યાં સુધી હલાવતા રહેવું...ત્યાર બાદ પાલક ની પ્યુરી નાખવી અને બાકીના મસાલા નાખી દેવા...

  3. 3

    ત્યાર બાદ ૫ મિનિટ ઉકળે એટલે તેમાં બાફેલા મકાઈ ના દાણા નાખવા અને તેને હલાવી ૫ મિનિટ ફરીથી ઉકાળી ગેસ બંધ કરી દેવો...આમ તૈયાર છે પાલક કોર્ન નું શાક...

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Jo Lly
Jo Lly @cook_27486580
પર

Similar Recipes