ગ્રીન પાવ ભાજી (Green Pav Bhaji Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
Harita Mendha
Harita Mendha @HaritaMendha1476

#CWM1
#Hathimasala
#MBR5
Week 5
શિયાળાની શરૂઆત થતાં લીલા શાકભાજી અને અલગ અલગ પ્રકારની ભાજી માર્કેટમાં મળવા લાગે છે અને આ તાજા શાકભાજી અને ભાજી નો ઉપયોગ કરી ને ઘણી બધી વાનગીઓ બનાવવા ની પણ મજા આવી જાય છે તો મેં બનાવી બધા ની ફેવરીટ પાવ ભાજી ને હેલ્ધી અને ટેસ્ટી ગ્રીન ગ્રેવી સાથે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 1 કપપૂળી પાલક
  2. 1 કપસમારેલું લીલું લસણ
  3. 1 કપસમારેલી લીલી ડુંગળી
  4. 1 ટેબલ સ્પૂનઆદુ મરચાં ની પેસ્ટ
  5. 1 ટીસ્પૂનધાણાજીરું પાઉડર
  6. 1 ટીસ્પૂનગરમ મસાલો
  7. 1 ટીસ્પૂનકાળા મરી પાઉડર
  8. 1 ટીસ્પૂનપાવ ભાજી મસાલો
  9. મીઠું સ્વાદાનુસાર
  10. 1-2 ટેબલ સ્પૂનલસણ નું પાણી
  11. 1બાઉલ બાફી ને મેશ કરેલા બટાકા
  12. 1 કપબાફેલા વટાણા
  13. 2 કપબાફેલા રીંગણ અને ફ્લાવર
  14. 1/4 કપસમારેલી કોથમીર
  15. 3 ટેબલ સ્પૂનતેલ
  16. 2 ટેબલ સ્પૂનબટર
  17. 1 ટીસ્પૂનહિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પાલક ને સારી રીતે ધોઈ લો. પહોળા વાસણમાં પાણી ગરમ કરી તેમાં પાલક ઉમેરી 2-3 મિનિટ સુધી ઉકાળો અને પછી નિતારી ઠંડા પાણીથી ધોઈ લો પછી નિતારી લો.

  2. 2

    મિક્ષ્ચર જાર માં બ્લાન્ચ કરેલી પાલક, લીલી ડુંગળી, લસણ ઉમેરીને બરાબર ગ્રાઈન્ડ કરી લો.

  3. 3

    એક કડાઈમાં તેલ અને બટર ગરમ કરી તેમાં હીંગ ઉમેરી સહેજ થવા દો પછી તેમાં પાલક ની ગ્રેવી ઉમેરી તેલ છુટું પડે ત્યાં સુધી ધીમા તાપે ચડવા દો પછી તેમાં બધા મસાલા ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

  4. 4

    હવે તેમાં બાફેલા બટાકા, વટાણા, અને રીંગણ ફ્લાવર ઉમેરીને બરાબર મિક્સ કરી ધીમા તાપે 3-4 મિનિટ સુધી ચડવા દો પછી તેમાં લસણનું પાણી ઉમેરી બરાબર મિક્સ કરી 2-3 મિનિટ સુધી ચડવા દો. કોથમીર ઉમેરીને મિક્સ કરી લો.

  5. 5

    તૈયાર હેલ્ધી ગ્રીન ભાજી ગરમાગરમ સર્વ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Harita Mendha
Harita Mendha @HaritaMendha1476
પર
cooking is my passion ❤️ I like to try new food dishes and always ready to research for new recipes 🤩🤩
વધુ વાંચો

Similar Recipes