પાવ ભાજી સીઝલર (Pav Bhaji Sizzler Recipe In Gujarati)

Suhani Gatha
Suhani Gatha @suhanikgatha

#AM2
પાવ ભાજી તો આપણે ઘરે બનાવતા જ હોય છીએ પણ મેં એમાં થોડા ફેરફાર કરી ને સીઝલર બનાવ્યું છે જે ખાવા માં ખુબજ સરસ લાગે છે.બહાર ના મળતા સીઝલર માં લસણ ડુંગળી હોય છે આ ને લસણ અને ડુંગળી વગર નું જ બનાવ્યું છે.

પાવ ભાજી સીઝલર (Pav Bhaji Sizzler Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#AM2
પાવ ભાજી તો આપણે ઘરે બનાવતા જ હોય છીએ પણ મેં એમાં થોડા ફેરફાર કરી ને સીઝલર બનાવ્યું છે જે ખાવા માં ખુબજ સરસ લાગે છે.બહાર ના મળતા સીઝલર માં લસણ ડુંગળી હોય છે આ ને લસણ અને ડુંગળી વગર નું જ બનાવ્યું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

60 મિનિટ
4 સર્વિંગ્સ
  1. વેજ રાઈસ માટે
  2. 1 કપબાસમતી ચોખા
  3. 1/2 કપકોબી સમારેલી
  4. 1/4 કપવટાણા
  5. 1 નંગબટેતું
  6. મીઠુ સ્વાદ પ્રમાણે
  7. 1 ચમચીપાવભાજી મસાલો
  8. 2 ચમચીઘી
  9. 1 ચમચીજીરૂ
  10. 1તજ
  11. 1/2 ચમચીમરી પાઉડર
  12. ભાજી માટે
  13. 1 કપદૂધી
  14. 1 કપબટાકા
  15. 1 કપરીંગણાં
  16. 2 કપકોબી
  17. 1/2 કપફલાવર
  18. 4ટામેટાં સમારેલા
  19. 1 ચમચીહળદર
  20. 2 ચમચીમરચું
  21. 2 ચમચીધાણજીરૂ
  22. 2 ચમચીપાવભાજી મસાલો
  23. 3 ચમચીતેલ
  24. 1 ચમચીજીરૂ
  25. 1લીંબુ નો રસ
  26. 1 કપવટાણા
  27. ચિપ્સ માટે
  28. 3બટાકા ની ચિપ્સ
  29. તેલ તળવા માટે
  30. મીઠુ સ્વાદ પ્રમાણે
  31. પાવ
  32. 12 નંગપાવ
  33. ઘી સેકવા માટે
  34. સજાવટ માટે
  35. બટર
  36. ચીઝ
  37. પાપડ
  38. કોબી ના પતા

રાંધવાની સૂચનાઓ

60 મિનિટ
  1. 1

    સૌ પેલા ભાત ને પલાળી રાખો બાદ તેને ગરમ પાણી માં છૂટા ચોળવી લો બાદ તેને ઓસાવી લો.

  2. 2

    બાદ એક પેન માં ઘી મુકો બાદ જીરૂ નાખો બાદ તેમાં કોબી અને બટાકા નાખી ને સરખું ચડાવી લો.

  3. 3

    બાદ તેમાં બોઇલ વટાણા નાખો અને બધા મસાલા કરી તેમાં ભાત ને નાખો.

  4. 4

    સરખું હલાવી લો.

  5. 5

    બાદ બધા શાકભાજીને કુકરમાં બાફી લો અને ક્રશ કરી લો બાદ એક પેનમાં તેલ મૂકી તેમાં જીરું નાખો અને જીરું આવે એટલે તેમાં સમારેલા ટામેટા નાખો.

  6. 6

    ટામેટા એકદમ ચડી જાય બાદ તેમાં બધા મસાલા કરો ક્રશ કરેલા શાકભાજી નાખો.

  7. 7

    અને આને ૧૦થી ૧૫ મિનિટ સુધી ધીમા ગેસ ઉપર ચડવા દો છેલ્લે લીંબુનો રસ નાખી ગેસ બંધ કરો.

  8. 8

    બટેટાને છોલી તેની ચિપ્સ કરી ધીમા ગેસ ઉપર તેને કડક થાય ત્યાં સુધી તળી લો તરાય જાય પછી તેમાં ઉપરથી મીઠું છાંટો.

  9. 9

    એક નોનસ્ટીક લોઢી લો તેમાં ઘી મૂકી પાવભાજી નો મસાલો નાખી તેની અંદર પાવ ને શેકી લો.

  10. 10

    બાદ સીઝલર ની પ્લેટ લઈ તેને ગરમ કરવા મૂકો બાદ તેની ઉપર કોબી ના પત્તા રાખો બાદ રાઈસ મૂકો ચિપ્સ મૂકો.

  11. 11

    ભાજી મૂકો પાવને મૂકો શેકેલો પાપડ રાખો અને ઉપરથી ચીઝ બટર નાખો.

  12. 12

    તૈયાર છે આપણું લસણ ડુંગળી વગર નું પાઉંભાજી સિઝલર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Suhani Gatha
Suhani Gatha @suhanikgatha
પર

Similar Recipes