રેડ વેલ્વેટ કેક (Red Velvet Cake Recipe In Gujarati)

Mamta Shah
Mamta Shah @MamtaShah

ઘરમાં સારો પ્રસંગ હોય કે જન્મદિવસ હોય ઘરમાં બનાવી શકાય સ્વાદિષ્ટ કેક #CookpadTurns6

રેડ વેલ્વેટ કેક (Red Velvet Cake Recipe In Gujarati)

ઘરમાં સારો પ્રસંગ હોય કે જન્મદિવસ હોય ઘરમાં બનાવી શકાય સ્વાદિષ્ટ કેક #CookpadTurns6

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

એક કલાકને 30 મિ
પાંચ લોકો
  1. 1 કપમેંદો
  2. 1 ટેબલસ્પૂનમિલ્ક પાઉડર
  3. 1/2 ટીસ્પૂન બેકિંગ સોડા
  4. 1 ટીસ્પૂનબેકિંગ પાઉડર
  5. 2 ટેબલસ્પૂનકોકો પાઉડર
  6. 2 ટેબલસ્પૂનઓગળેલું બટર
  7. 1ચતુર્થાંશ કપ બટર
  8. 6 ટેબલ સ્પૂનદળેલી ખાંડ
  9. જરૂર મુજબ લાલ કલર
  10. 3/4 કપ દૂધ

રાંધવાની સૂચનાઓ

એક કલાકને 30 મિ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલ લઇ તેની અંદર બટર અને દળેલી ખાંડને મિક્સ કરવાની છે આ મિશ્રણ બીટર ની મદદથી કે વિસ્કરની મદદથી મિક્સ કરવું મિક્સ થયા પછી થોડું હલકું લાગશે અને એનો કલર સફેદ જેવો થઈ જશે

  2. 2

    પછી તેમાં બધા જ કોરા ઘટકો ભેગા કરીને એકવાર એને ચાળીને બાઉલમાં મિક્સ કરી દેવાના

  3. 3

    જ્યારે મિશ્રણ તૈયાર કરો ત્યારે ઓવનને પ્રિહિટ કરી લેવાનું પ્રિહિટ કરવા માટે 180 તાપમાન અને 10 મિનિટ માટે મૂકવાનું

  4. 4

    જે બાઉલમાં મિશ્રણ મિક્સ કર્યું હોય તેને કેકના મોલ્ડ માં બટર પેપર મૂકી ગ્રીસ કરી લેવાનું પછી બધું મિશ્રણ તેમાં રેડી દેવાનું. અને પ્રિહિટ કરેલા ઓવનમાં મૂકી દેવાનું

  5. 5

    ઓવન નું તાપમાન 180 અને 40 મિનિટ માટે કેક બનવા મુકવાની

  6. 6

    30 મિનિટ થાય પછી એકવાર ચેક કરીને જોઈ લેવું. કેક ફૂલી ગઈ હોય તો ટૂથપીકની મદદથી વચ્ચેના ભાગમાં જરૂર ચેક કરી લેવું જેથી જો પ્રવાહી જેવું લાગે તો ફરીથી બેક કરવા માટે મૂકી દેવી

  7. 7

    આ કેક ને ગેસ ઉપર પણ બનાવી શકાય છેએક મોટા વાસણમાં મીઠું પાથરી એની ઉપર કેકનો મોલ્ડ સ્ટેન્ડ ઉપર મૂકી દેવાનું અને 40 મિનિટ પછી કેક તૈયાર થઈ જશ જે વાસણમાં મીઠું મૂક્યું હશે એને પણ પ્રી હિટ કરવું પડશે સૌપ્રથમ એને 10 મિનિટ માટે ગરમ મૂકવું પછી એમાં કેકનું મોલ્ડ મૂકવો

  8. 8

    કેક તૈયાર થાય પછી તેને ઠંડી પાડી મોલ્ડ માંથી કાઢી લેવાની અને પછી એને આપણે આપણને ગમે તેમ સજાવી શકીએ છીએ

  9. 9

    રેડ વેલવેટ કેક ખાવા માટે તૈયાર છે સ્વાદિષ્ટ અને સુંદર કેક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mamta Shah
Mamta Shah @MamtaShah
પર
I love cooking💓
વધુ વાંચો

Similar Recipes