મેથીપાક (Methi Paak Recipe In Gujarati)

Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio

#VR
#MBR8
#week8
#Winter special
#cookpadgujarati
#cookpadindia
મેથીપાક હું મારી મમ્મી પાસે થી શીખી છું અને વર્ષો થી બનાવું છું જે બધા ને બહુ ભાવે છે તેમાં બધા જ તેજાના બદામ કોપરું વપરાય છે જે શિયાળા ની ઠંડી માં આપણને ગરમાવો આપે છે તો આ રેસિપી હું તમારી સાથે શેર કરું છું આશા રાખું છું કે તમને ગમશે અને બનાવશો.

મેથીપાક (Methi Paak Recipe In Gujarati)

#VR
#MBR8
#week8
#Winter special
#cookpadgujarati
#cookpadindia
મેથીપાક હું મારી મમ્મી પાસે થી શીખી છું અને વર્ષો થી બનાવું છું જે બધા ને બહુ ભાવે છે તેમાં બધા જ તેજાના બદામ કોપરું વપરાય છે જે શિયાળા ની ઠંડી માં આપણને ગરમાવો આપે છે તો આ રેસિપી હું તમારી સાથે શેર કરું છું આશા રાખું છું કે તમને ગમશે અને બનાવશો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
3 કિલો ૫૦૦ ગ્રા
  1. ૨૫૦ ગ્રામ અડદ નો કકરો લોટ
  2. ૨૫૦ ગ્રામ ચણા નો કકરો લોટ
  3. ૨૫૦ ગ્રામ ઘઉં નો ઝીણો લોટ
  4. ૧૨૫ ગ્રામ મેથી નો પાઉડર ઝીણો
  5. ૨૫૦ ગ્રામ સૂકા કોપરા ની કાચલી
  6. ૧૨૫ ગ્રામ બદામ
  7. ૫૦ ગ્રામ સૂંઠ પાઉડર
  8. ૨૫૫ ગ્રામ ગંઠોડા પાઉડર
  9. ૨૫ ગ્રામ ચારોળી
  10. ૧૨૫ ગ્રામ ખસખસ
  11. ૫૦ ગ્રામ મગજતરી ના બી
  12. ૩૭૫ ગ્રામ ગોળ
  13. ૩૭૫ ગ્રામ દળેલી ખાંડ
  14. ૭૫૦ ગ્રામ ઘી
  15. ૧૨૫ ગ્રામ ગુંદર ખાવાનો (બાવળ)પાઉડર
  16. ૫૦ ગ્રામ તૈયાર વસાણું
  17. ૧ ટે. સ્પૂન ઇલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌ પ્રથમ કોપરા ની કાચલી ને ઝીણી છીણી થી છીણી લો.બદામ ને મિક્સર માં વાટી પાઉડર બનાવી લો.એ જ રીતે ચારોળી,મગજતરી ના બી,ખસખસ ને પણ મિક્સર માં વાટી પાઉડર બનાવી લેવો.

  2. 2

    એક કડાઈ માં થોડું ઘી લઈ ગરમ મૂકી ઘી ગરમ થાય એટલે તેમાં અડદ નો કકરો લોટ મીડીયમ આંચ પર થોડો ગુલાબી થાય એટલે ગુંદર ના પાઉડર નો ૩ જો ભાગ ઉમેરી હલાવી એક મોટા બાઉલમાં કાઢી લેવો.એ જ રીતે ઘી માં ચણા અને ઘઉં નો લોટ પણ શેકી મોટા બાઉલમાં બધા શેકેલા લોટ કાઢી લેવા.

  3. 3

    એ જ મોટા બાઉલમાં છીણેલા કોપરા નું છીણ, બદામ પાઉડર,સૂંઠ પાઉડર,ગંઠોડા પાઉડર,ચારોળી પાઉડર,ખસખસ પાઉડર,મગજતરી નો પાઉડર,ઇલાયચી પાઉડર ઉમેરી બધું બરસબર હલાવી મીક્સ કરવું.

  4. 4

    હવે એક કડાઈમાં બાકી નું ઘી લઈ ગરમ મૂકી તેમાં ગોળ ઉમેરી સતત હલાવી ઓગળે એટલે તેને લોટ વાળા મિશ્રણ માં ઉમેરી હલાવી મીક્સ કરવું.મિશ્રણ થોડું ઠંડુ (રૂમ ટેમરેચર) થાય એટલે તેમાં મેથી પાઉડર,દળેલી ખાંડ,તૈયાર વસાણું ઉમેરી બધું બરાબર મીક્સ કરી ગ્રીસ કરેલી થાળી/ટ્રે માં નાંખી ઠારી દેવું પછી તેના પીસ કરી લેવા અને ડબ્બા માં ભરી લેવા.

  5. 5
  6. 6
  7. 7
  8. 8

    તો તૈયાર છે શિયાળા માં ખવાતું એક વસાણું મેથીપાક.

  9. 9
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio
પર
Cooking is my Passion.I love to prepare different types of dishes and to serve.
વધુ વાંચો

Similar Recipes