ઘટકો

  1. કીલો તુવેર ના દાણા
  2. ૧૦ નંગ લીલા મરચા
  3. ૫ ચમચીતેલ
  4. ૧/૨ ચમચીરાઈ
  5. ૧/૨ ચમચીહીંગ
  6. ૧/૪ ચમચીખાવા નો સોડા
  7. ૧ નંગ બાફેલો બટાકો
  8. ૩ ચમચીખાંડ
  9. ૩ ચમચીલીંબુનો રસ
  10. ૧/૨ ચમચીતજ લવિંગનો ભૂકો
  11. ૧/૨ ચમચીગરમ મસાલો
  12. મીઠું સ્વાદ અનુસાર
  13. લીલા ધાણા જરૂર મુજબ
  14. કણક બાંધવા માટે
  15. ૨૫૦ ગ્રામ મેંદો
  16. ૫ ચમચીતેલ
  17. મીઠું સ્વાદ અનુસાર
  18. પાણી જરૂર મુજબ
  19. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક વાસણમાં મેંદો લઈ તેમાં તેલ અને મીઠું ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરી રોટલીની કણક જેવી કણક તૈયાર કરી લો. (મોણ મુઠ્ઠી પડતું લેવું) તેને ઢાંકીને સાઈડ ઉપર રાખો.

  2. 2

    તુવેરના દાણા ને બરાબર ધોઈને કોરા કરી લો મરચા ને પણ ધોઈને કોરા કરી લો તુવેરના દાણા તેમજ મરચાંને મિક્સરમાં અધકચરા ક્રશ કરી લો.

  3. 3

    એક પેનમાં તેલ ગરમ થાય એટલે તેમાં રહી અને હિંગ નો વઘાર કરો રઈ ફૂટે એટલે તેમાં ક્રશ કરેલા તુવેરના દાણા ઉમેરી ખાવાનો સોડા ઉમેરી બરાબર મિક્સ કરો. (ખાવાનો સોડા ઉમેરવાથી તુવેર નો લીલો રંગ જળવાઈ રહે છે)

  4. 4

    આ મિશ્રણ થોડું ચઢે એટલે તેમાં બાફેલા બટાકા છીણીને ઉમેરો. હવે તેમાં તજ લવિંગનો ભુક્કો ખાંડ મીઠું ગરમ મસાલો ઉમેરી બરાબર મિક્સ કરો.

  5. 5

    આ મિશ્રણમાં લીલા ધાણા ઉમેરી કચોરી નું સ્ટફિંગ તૈયાર કરો. આ મિશ્રણ ઠંડુ થાય ત્યાં સુધી મેદાની કણકના લુવા તૈયાર કરી લો

  6. 6

    હવે મિશ્રણમાંથી મીડીયમ સાઈઝના ગોળા તૈયાર કરી લો. મેંદાનો એક લુવો લઇ તને પાતળું વણી વચ્ચે મિશ્રણનો એક ગોળો મૂકી બધી બાજુથી ફોલ્ડ કરી કચોરી વાળી લો આ રીતે બધી કચોરી તૈયાર કરી લો

  7. 7

    એક પેનમાં તેલ ગરમ કરી મીડીયમ ફ્લેમ પર કચોરી બધી બાજુથી ગુલાબી રંગની થાય તેવી રીતે તળી લો. આ કચોરીને ચટણી સાથે સર્વ કરો.

  8. 8

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Unnati Desai
Unnati Desai @unns_cooking
પર

Similar Recipes