ચણા દાળ ભેળ (Chana Dal Bhel Recipe In Gujarati)

Arpita Shah
Arpita Shah @ArpitasFoodGallery

#JWC2
જાન્યુઆરી વિકેન્ડ ચેલેન્જ
આ ચટપટી ચણા ની દાળ નાની મોટી ભૂખ હોય ત્યારે ખાવા ની ખુબ જ મઝા આવે છે.અને બાળકો ને તમે લંચ બોક્સ માં પણ આપી શકો છો અને પિકનિક માં પણ લઇ જવાય છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

10 મિનિટ
3 સર્વિગ્સ
  1. 1 કપ- તૈયાર ચણા ની દાળ
  2. 1 નંગ- ઝીણી સમારેલી ડુંગળી
  3. 1 નંગ- ઝીણું સમારેલું ટામેટું
  4. પા કપ - દાડમ નાં દાણા
  5. 1 નંગ- સમારેલું મરચું
  6. લીલા ધાણા - જરૂર મુજબ
  7. 1 ચમચી- મરચું પાઉડર
  8. 1/2 ચમચી- સંચર પાઉડર
  9. 1/2 ચમચી- ચાટ મસાલો
  10. સ્વાદ મુજબ મીઠું
  11. 1 ચમચી- લીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌથી પહેલા બધી સામગ્રી લો.ચણા ની દાળ લો.ડુંગળી, ટામેટાં અને લીલા ધાણા પણ સમારી દો અને દાડમ પણ ફોલી દો અને સૂકા મસાલા લો.

  2. 2

    ત્યાર બાદ એક બાઉલ માં ચણા ની દાળ લઇ ઝીણા સમારેલા ડુંગળી, ટામેટાં, દાડમ નાં દાણા, લીલા ધાણા, સમારેલા લીલા મરચાં, લીંબુ નો રસ નાંખી સૂકા મસાલા નાંખી હલાવી દો.

  3. 3

    રેડી છે ચટપટી ચણા દાળ ભેળ..ફટાફટ પણ બની જાય છે..

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Arpita Shah
Arpita Shah @ArpitasFoodGallery
પર
Cooking is my Passion
વધુ વાંચો

Similar Recipes